How To Control Stress: વધારે પડતી ચિંતા કરવાની આદત સંબંધ ખરાબ કરે તે પહેલા આ રીતે મેનેજ કરી લો સ્ટ્રેસ
How To Control Stress: ચિંતા ક્યારેક થતી હોય તો તે સામાન્ય છે પરંતુ જો તમને દરેક બાબતમાં ચિંતા થતી હોય અને ગભરામણ થવા લાગે તો આ સ્થિતિ તમારા માનસિક સ્વાસ્થ્ય અને સંબંધો બંનેને ખરાબ કરી શકે છે. આવી હાલત તમારી પણ રહેતી હોય તો ચિંતા ને દૂર કેવી રીતે કરવી અને સ્ટ્રેસ ફ્રી કેવી રીતે રહેવું તે તમને જણાવીએ.
Trending Photos
How To Control Stress: કેટલાક લોકો એવા હોય છે જેમને દરેક વાતમાં ચિંતા થાય છે અને સ્ટ્રેસ વધી જાય છે. ખાસ કરીને કોઈ અણધારી પરિસ્થિતિ સામે આવે તો આવા લોકોની હાલત બગડી જાય છે. ઘણી વખત ચિંતા અને સ્ટ્રેસ કારણે પરિવારના લોકો સાથે પણ વ્યવહાર ખરાબ થઈ જાય છે. ચિંતા ક્યારેક થતી હોય તો તે સામાન્ય છે પરંતુ જો તમને દરેક બાબતમાં ચિંતા થતી હોય અને ગભરામણ થવા લાગે તો આ સ્થિતિ તમારા માનસિક સ્વાસ્થ્ય અને સંબંધો બંનેને ખરાબ કરી શકે છે. આવી હાલત તમારી પણ રહેતી હોય તો ચિંતા ને દૂર કેવી રીતે કરવી અને સ્ટ્રેસ ફ્રી કેવી રીતે રહેવું તે તમને જણાવીએ.
સ્ટ્રેસ ફ્રી રહેવા ફોલો કરો ટીપ્સ
1. જો તમને નાની નાની બાબતોમાં પણ ચિંતા થતી હોય તો એક કાગળનો ટુકડો લેવો અને તેમાં એ વાત લખો જેના કારણે તમને ચિંતા થાય છે. રોજ આ કામ કરો અને બધા જ કાગળને કોઈ બોક્સમાં એકઠા કરો. અઠવાડિયાના એક દિવસે આ બધી જ ચિઠ્ઠીને વાંચો. જ્યારે તમે એક સાથે આ ચિઠ્ઠીઓ વાંચશો તો સમજી જશો કે જે બાબતે તમે ચિંતા કરતા હતા તે નિરાધાર છે. આમ કરવાથી તમારા મનને પણ શાંતિ થશે.
2. દરેક દિવસની શરૂઆત ખુશીથી અને મનમાં ઉત્સાહ સાથે કરો. સાથે જ એક આગળ પર ત્રણ એવી વસ્તુ લખો જેના માટે તમે ખુશ હોય અને આભારી હોય. આમ કરવાથી તમે જીવનમાં જ સકારાત્મક બાબતો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને ચિંતાની ભાવના મનમાંથી દૂર થશે.
3. નાની નાની બાબતોમાં ચિંતા કરવાની બદલે તમારી જાતને કેટલાક ક્રિએટિવ કામમાં વ્યસ્ત રાખો. તમે ડ્રોઈંગ, ક્રાફ્ટિંગ કે અન્ય કોઈ એક્ટિવિટી કરીને મનને ડાયવર્ટ કરી શકો છો. જો તમે અન્ય કામોમાં કે તમારા શોખ પૂરા કરવામાં ધ્યાન કેન્દ્રિત કરશો તો ચિંતાથી મુક્ત થશો.
4. ચિંતાથી મુક્ત થવું હોય તો આ વાતની મનમાં ગાંઠ બાંધી લો. સ્વીકાર કરી લો કે દરેક વસ્તુ તમારા નિયંત્રણમાં નથી. તેથી ઘટનાના પરિણામને પણ તમે નિયંત્રિત કરી શકવાના નથી. તેથી ચિંતા કરવાથી અને સ્ટ્રેસ લેવાથી કોઈ ફાયદો નથી. સાથે જ જે ઘટનાઓ ભુતકાળમાં બની છે તેને ભૂલી જવાનો પ્રયત્ન કરો.
5. માનસિક શાંતિનો સૌથી મોટો દુશ્મન આજના સમયમાં સોશિયલ મીડિયા છે. જ્યારે મનમાં નકારાત્મક વિચારો અને ચિંતા હોય ત્યારે સોશિયલ મીડિયાથી દૂર રહો. નિયમિત રીતે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો સમય મર્યાદિત રાખો. વધારે પડતા સોશિયલ મીડિયાના ઉપયોગથી પણ માનસિક શાંતિ જળવાતી નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે