પત્ની સાથેના સંબંધથી ખુશ ન હોય પુરુષ ત્યારે કરે છે આવી વિચિત્ર હરકતો, ચોથી હરકત શરુ કરાવે છે અફેર
Relationship Tips: સ્ત્રી જ્યારે ખુશ હોય તો તે પોતાની લાગણીઓને ખુલીને વ્યક્ત કરે છે. જ્યારે તે દુઃખી હોય છે ત્યારે રડી પણ લેતી હોય છે. તેનાથી વિરુદ્ધ પુરુષ પોતાની ખુશી અને દુઃખને મોટાભાગે કોઈની સામે વ્યક્ત કરતા નથી. જો પુરુષ સંબંધોથી નાખુશ હોય તો તે પોતાના પાર્ટનર સાથે ખુલીને વાત કરી પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાની બદલે કેટલીક વિચિત્ર હરકતો કરે છે. પુરુષો દ્વારા કરેલા આ કામ ઘણી વખત સંબંધ તૂટવાનું કારણ પણ બને છે.
Trending Photos
Relationship Tips: સ્ત્રી અને પુરુષ ભાવનાત્મક રીતે ખૂબ જ અલગ હોય છે. એટલે જ સ્ત્રી અને પુરુષની ખુશી અને દુઃખ વ્યક્ત કરવાની રીત પણ અલગ હોય છે. સ્ત્રી જ્યારે ખુશ હોય તો તે પોતાની લાગણીઓને ખુલીને મુક્ત મને વ્યક્ત કરે છે. જ્યારે તે દુઃખી હોય છે ત્યારે રડી પણ લેતી હોય છે. તેનાથી વિરુદ્ધ પુરુષ પોતાની ખુશી અને દુઃખને મોટાભાગે કોઈની સામે વ્યક્ત કરતા નથી. ખાસ કરીને દુઃખ કે અણગમાની વાત હોય તો પુરુષો તેને પોતાની અંદર જ રાખે છે. આવી સ્થિતિમાં પત્ની માટે પણ એ જાણવું મુશ્કેલ થઈ જાય છે કે પુરુષને કઈ વાતની તકલીફ છે.
ઘણી વખત એવું થાય છે કે સંબંધોથી નાખુશ પતિ પોતાના પાર્ટનર સાથે ખુલીને વાત નથી કરી શકતા. તે પોતાના પાર્ટનરને જણાવી નથી શકતા કે તેઓ સંબંધોથી ખુશ નથી.. આવી સ્થિતિમાં પુરુષો પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાની બદલે કેટલીક વિચિત્ર હરકતો કરે છે. પુરુષો દ્વારા કરેલા આ કામ ઘણી વખત સંબંધ તૂટવાનું કારણ પણ બને છે. તો ચાલો તમને જણાવીએ એવી ચાર વિચિત્ર હરકતો વિશે જે સંબંધથી નાખુશ પુરુષ કરે છે.
આ પણ વાંચો:
બોલવાનું કરે છે બંધ
ઘણી પત્નીઓની ફરિયાદ હોય છે કે કોઈ કારણ વિના જ પતિ બોલવાનું બંધ કરી દે. પુરુષ આવું ત્યારે કરે છે જ્યારે તે સંબંધોમાં કોઈ વાતથી ખુશ ન હોય. ન ગમતી બાબતો વિશે ચર્ચા કરવાને બદલે પુરુષો વાતચીત કરવાનું જ બંધ કરી દે છે. એટલું જ નહીં પુરુષ પોતાના પાર્ટનરને પોતાની નજીક પણ આવવા દેતો નથી.
વધારે પડતું કામ કરવું
જ્યારે પુરુષોના સંબંધમાં સમસ્યા હોય તો તે પોતાની પત્ની સાથે ચર્ચા કરવાની બદલે પોતાની જાતને પોતાના શોખ કે કામમાં વધારે વ્યસ્ત કરી લે છે. આમ કરીને તે પોતાના જીવનસાથી સાથે વાત કરવાથી બચી જાય છે. જો પતિ વધારે પડતો કામમાં વ્યસ્ત રહે તો સમજી લેવું કે તે કોઈ વાતથી ના ખુશ છે.
નાની નાની વાતોમાં ટોણા મારવા
જ્યારે પુરુષ સંબંધમાં નાખુશ હોય તો તે પોતાના પાર્ટનરને નાની નાની વાતમાં ટોણા મારે છે. ઘણી વખત નજીવી બાબતે પણ તે પાર્ટનરની આલોચના કરે છે. આવી સ્થિતિમાં સંબંધોમાં નિરાશા અને અસંતોષ વધવા લાગે છે.
બીજા સાથે સમય વધારે પસાર કરવો
જ્યારે સંબંધોમાં કોઈ સમસ્યા હોય અથવા તો પતિ નાખું જ હોય ત્યારે તે પોતાના પાર્ટનર સિવાય અન્ય લોકો સાથે સમય પસાર કરવાનું શરૂ કરી દે છે. પોતાના પાર્ટનર સાથે વાત કરવાની બદલે પુરુષો તેનાથી વિપરીત કામ કરવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં ઘણા પુરુષોનું એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ શરૂ થઈ જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે