Personal Space: રિલેશનશીપમાં હોવ કે લગ્ન થઈ ગયા હોય પર્સનલ સ્પેસ ખૂબ જ જરૂરી, જાણો પર્સનલ સ્પેસ શા માટે જરૂરી ?
Personal Space In Relationship:પ્રેમના નામે તમે કોઈ વ્યક્તિના જીવનની પર્સનલ સ્પેસને છીનવી લેશો તો સંબંધ ક્યારેય ટકશે નહીં. જો તમારા લગ્ન થઈ ગયા હોય તો પણ તમારે તમારી પત્ની કે પતિને પર્સનલ સ્પેસ આપવી જરૂરી છે. રિલેશનશિપમાં પર્સનલ સ્પેસ શા માટે જરૂરી છે આજે તમને જણાવીએ. આ વાત જાણીને 100% તમે પણ તમારા વર્તનમાં ફેરફાર શરૂ કરી દેશો.
Trending Photos
Personal Space In Relationship: જ્યારે તમે કોઈ સાથે રિલેશનશિપમાં હોય તો તમારી પણ ઈચ્છા હશે કે જેને તમે પ્રેમ કરો છો તેની સાથે તમારો સંબંધ ક્યારેય ન તૂટે. તેનાથી સંબંધિત દરેક વાત તમને જાણવી હોય છે અને તેની સૌથી નજીક તમારે રહેવું હોય છે. એ વાત સાવ સાચી છે કે જેની સાથે રિલેશનશિપમાં હોય તેની સાથે કોઈ જ સિક્રેટ રાખવા જોઈએ નહીં. પરંતુ સાથે જ રિલેશનશિપ ને હેલ્ધી બનાવવા હોય તો એકબીજાને પર્સનલ સ્પેસ આપવી પણ જરૂરી છે.
પ્રેમના નામે તમે કોઈ વ્યક્તિના જીવનની પર્સનલ સ્પેસને છીનવી લેશો તો સંબંધ ક્યારેય ટકશે નહીં. પર્સનલ સ્પેસ એવી વસ્તુ છે જેનું સન્માન કરવું જરૂરી છે. જો તમારા લગ્ન થઈ ગયા હોય તો પણ તમારે તમારી પત્ની કે પતિને પર્સનલ સ્પેસ આપવી જરૂરી છે. રિલેશનશિપમાં પર્સનલ સ્પેસ શા માટે જરૂરી છે આજે તમને જણાવીએ. આ વાત જાણીને 100% તમે પણ તમારા વર્તનમાં ફેરફાર શરૂ કરી દેશો.
પર્સનલ સ્પેસ શા માટે જરૂરી ?
1. રિલેશનશિપ કે લગ્ન જીવનમાં પાર્ટનર સાથે ઇન્વોલ્વ રહેવું જરૂરી છે પરંતુ તેની સાથે જ દરેક વ્યક્તિને દિવસમાં થોડો સમય તો એવો મળે જોઈએ જેમાં તે એકાંતથી રહે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને દિવસમાં થોડો સમય તો એકલા બેસવા મળે જેથી તે પોતાના વિશે વિચાર કરી શકે.
2. દરેક વ્યક્તિની પ્રોફેશનલ લાઈફ અને કરિયર સાથે જોડાયેલા કેટલાક વિચારો અને સપના હોય છે. જો તમે કોઈ વ્યક્તિને પર્સનો સ્પેસ આપતા જ નથી તો તે પોતાના ફ્યુચર ગોલને લઈને કંઈ જ વિચારી કે કરી શકતા નથી. પ્રોફેશનલ લાઇફ માટે પણ જરૂરી છે.
3. શક્ય છે કે તમારી પસંદ અને નાપસંદ પાર્ટનરથી અલગ હોય. જો તમે પાર્ટનરને પર્સનલ સ્પેસ આપશો જ નહીં તો તે પોતાની હોબી ટ્રાવેલિંગ ચોઈસ કે ભોજનને ક્યારેય માણી શકશે નહીં જેના કારણે ધીરે ધીરે તમારા સંબંધોમાં પણ સમસ્યા આવવા લાગશે. પર્સનલ સ્પેસ મળતી હોય તો દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાના શોખ પૂરા કરીને ખુશ રહી શકે છે. તેણે મન મારીને બીજાનો સાથ આપવો પડતો નથી.
4. એ વાતમાં કોઈ શંકા નથી કે તમારો પાર્ટનર તમારા માટે સૌથી ખાસ હોય પરંતુ તેનો મતલબ એવો નથી કે તે તમારા સિવાય અન્ય કોઈ વ્યક્તિને સમય કે મહત્વ ન આપે. તમારા પાર્ટનરના જીવનમાં તેના માતા-પિતા, ભાઈ, બહેન, મિત્રો મહત્વના હોય છે. પોતાના પાર્ટનરને હંમેશા એવી સ્પેસ આપો જેમાં તે પોતાની પસંદના અન્ય લોકો સાથે પણ સમય પસાર કરે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે