દિવાળી પર સોપારીના 3 સકળ ઉપાયોથી દૂર થશે બધા દુખ, ધન-ધાન્યથી ભરેલો રહેશે ભંડાર
Diwali 2023 Upay: દેશભરમાં કાલે ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે મા લક્ષ્મી અને ગણેશજીની પૂજાનું ખુબ મહત્વ છે. માન્યતા છે કે દિવાળી પર કરવામાં આવેલા સરળ ઉપાયોથી જાતકના તમામ દુખ દૂર થાય છે.
Trending Photos
Diwali 2023 Supari Remedies: દિવાળીના દિવસે પ્રદોષ કાળમાં લક્ષ્મી અને ગણેશની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સુખ-સ્મૃદ્ધિની પ્રાર્થના કરતા ઘણા વિશેષ ઉપાય પણ કરવામાં આવે છે. માન્યતા છે કે દિવાળીના દિવસે કરવામાં આવેલા કેટલાક વિશેષ ઉપાયોથી ધન-સંપત્તિ વધે છે અને ઘરમાં સુખ-શાંતિ બનેલી રહે છે. દિવાળીના દિવસે પૂજા-પાઠ દરમિયાન સોપારીનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. ગણેશ જી અને મા લક્ષ્મીને સોપારી ખુબ પ્રિય છે. તેથી પૂજાના સમયે તેમને સોપારી અર્પિત કરવામાં આવે છે. દિવાળીના દિવસે સોપારી સાથે જોડાયેલા ઘણા ઉપાય ચમત્કારિક માનવામાં આવે છે, માન્યતા છે કે આ દિવસે આ ઉપાયો કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે અને જાતકની આર્થિક પ્રગતિ થાય છે. આવો દિવાળીના દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સોપારીના કેટલાક અચૂક ઉપાયો વિશે જાણીએ.
ધન લાભ માટે સોપારી ઉપાય
દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તેમને સોપારી અર્પિત કરવી જોઈએ અને પૂજા બાદ લાલ કપડામાં સોપારીને બાંધી ઘરની તિજોરીમાં રાખી દેવી જોઈએ. માન્યતા છે કે આ સરળ ઉપાયથી પૈસાની તિજોરી હંમેશા ભરેલી રહે છે અને સાધકે ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.
સફળતા પ્રાપ્તિ માટે સોપારીના ઉપાય
જો તમને કોઈ કામમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વિઘ્નોનો સામનો કરવો પડે છે તો દિવાળીની સાંજે પૂજાના સમયે ગણેશજીને એક લવિંગ અને એક સોપારી ચઢાવી 'ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો. માન્યતા છે કે આ ઉપાયથી આવી રહેલા વિઘ્નો દૂર થાય છે.
ધંધામાં પ્રગતિ માટે ઉપાય
નોકરી કે કારોબારમાં પ્રગતિ કરવા માટે શનિવારની રાત્રે પીપળાના ઝાડની પૂજા કરો અને તેના પર એક સોપારી અને 1 રૂપિયાનો સિક્કો અર્પિત કરો. બીજા દિવસે સોપારી પીપળાના પાંદડામાં રાખી ઘરે લાવો અને તિજોરીમાં રાખી દો. માન્યતાનુસાર આ ઉપાયથી નોકરી-વેપારમાં પ્રગતિનો યોગ બને છે.
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય કે સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે