Ring Benefit: આ ફેશનેબલ રીંગ પહેરવાથી થાય છે અનેક ચમત્કારિક ફાયદા, જાણી ને તમે પણ પહેરવાનું ચાલુ કરી દેશો
Copper Ring Benefit: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તાંબાની વીંટીમાં એવા અનેક ગુણ છુપાયેલા છે, જે વ્યક્તિના જીવનમાં અનેક સમસ્યાઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.
Trending Photos
Copper Ring Benefit: સોના અને ચાંદીની સાથે તાંબાની વીંટીની પણ પ્રથા ખૂબ જૂની છે. તાંબાની વીંટી પહેરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવે છે અને જ્યોતિષમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તાંબાની વીંટી વ્યક્તિના સારા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ગ્રહ દોષોથી મુક્તિ અપાવવા માટે પણ કામ કરે છે. તાંબાને સૂર્ય અને મંગળની ધાતુ માનવામાં આવે છે. આવો જાણીએ તાંબાની વીંટી પહેરવાના ફાયદાઓ વિશે...
દૂર થાય છે પેટની સમસ્યા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તાંબાની વીંટી અથવા બ્રેસલેટ પહેરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. તેની સાથે પેટ સંબંધિત બીમારીઓ પણ દૂર થાય છે. આર્થરાઈટીસના દર્દીઓએ તાંબાની બંગડી પહેરવી જોઈએ.
સૂર્ય અને મંગળ દોષ દૂર થશે
જ્યોતિષમાં તાંબાની વીંટીને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે તેને અનામિકા આંગળીમાં પહેરવાથી સૂર્ય દોષ દૂર થાય છે. સૂર્યની સાથે જ મંગળના અશુભ પ્રભાવથી પણ મુક્તિ મળે છે.
આ પણ વાંચો:
PM મોદીના કારણે પુતિન બદલશે રણનીતિ? G20 બેઠકમાં ભાગ લેવા આવી શકે છે ભારત
Board Exam: ધોરણ-10 અને 12ના લાખો વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અંગે સૌથી મોટા સમાચાર
આ છે અમદાવાદ નજીકની જન્નત જેવી જગ્યાઓ, સાથે પ્રિયમ હોય કે પરિવાર બધાને પડશે મોજ
બ્લડ સરક્યુલેશન
તાંબાની વીંટી કે બ્રેસલેટ પહેરવાથી લોહી શુદ્ધ થાય છે. અને તેનો પ્રવાહ પણ બરાબર રહે છે. તેને પહેરવાથી માનસિક અને શારીરિક તણાવ પણ ઓછો થાય છે. તમે તાંબાના વાસણમાં રાખેલ પાણી પણ પી શકો છો.
વાસ્તુ દોષ સમાપ્ત થશે
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તાંબાનું વાસણ રાખવાથી સુખ અને શાંતિ મળે છે. તેની શુદ્ધતા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી રાખે છે. જો ઘરનો મુખ્ય દરવાજો ખોટી દિશામાં બનેલો હોય તો તાંબાનો સિક્કો લટકાવવાથી તેનો વાસ્તુ દોષ સમાપ્ત થાય છે.
( Disclaimer : અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Zee24Kalak આની પુષ્ટિ કરતું નથી. )
આ પણ વાંચો:
અમદાવાદ સહિત ગુજરાતના ભૂતિયા સ્થળો, જ્યાંથી લોકો ગાયબ થઇ ગયા હોવાના પણ છે કિસ્સા
રાશિફળ 14 માર્ચ: આ જાતકોને ગ્રહગોચર કરાવશે ભરપૂર ફાયદો, સુખ સંપત્તિ વધશે
નાની ઉંમરે પૂનમ પાંડેએ કર્યો હતો એવો કાંડ કે માતાનો પડ્યો હતો માર, લોકો છે દિવાના!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે