Guru Chandal Yog 2023: નવરાત્રિના 1 મહિના પછી ગુરુ ચાંડાલ યોગને કારણે થશે ઉથલપાથલ, આ ત્રણ રાશિના જાતકો રહે સાવધાન
Guru Chandal Yog Effects: બે ગ્રહોના સંયોગની અસરથી મેષ રાશિમાં ગુરુ ચાંડાલ યોગ બની રહ્યો છે. ગુરુ 22 એપ્રિલ, 2023 ના રોજ મેષ રાશિમાં સંક્રમણ કરશે, જ્યાં છાયા ગ્રહ રાહુ પહેલેથી હાજર છે. આ યોગ ગુરુ ચાંડાલ યોગ બનાવી રહ્યો છે.
Trending Photos
Guru Chandal Yog Effect On Zodiac Signs 2023: ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી શુભ અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે. નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે પંચકમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રિ સમાપ્ત થયાના એક મહિના પછી ગુરુ ચાંડાલ યોગ બનશે. બે ગ્રહોના સંયોગની અસરથી મેષ રાશિમાં ગુરુ ચાંડાલ યોગ બની રહ્યો છે. ગુરુ 22 એપ્રિલ, 2023 ના રોજ મેષ રાશિમાં ગોચર કરશે, જ્યાં છાયા ગ્રહ રાહુ પહેલેથી હાજર છે. આ યોગ ગુરુ ચાંડાલ યોગ બનાવી રહ્યો છે. સૂર્ય ગ્રહ પણ મીન રાશિમાંથી બહાર આવ્યા બાદ 4 એપ્રિલ, 2023ના રોજ મેષ રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ ગુરુ ચાંડાલ યોગ ચોક્કસપણે તમામ રાશિઓ પર અસર કરશે, પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેના માટે આવનારો સમય ખૂબ જ ચુનૌતીપુર્ણ રહેવાનો છે. આવો જાણીએ કઈ કઈ છે આ રાશિઓ..
મેષ રાશિ
22 એપ્રિલ પછી મેષ રાશિના લગ્ન ભાવમાં ગુરુ ચાંડાલ યોગ બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મેષ રાશિના લોકો માટે આવનારા 7 મહિના પડકારજનક બની શકે છે. મેષ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ, સંકટ અને અસંતોષનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય આર્થિક સમસ્યા પણ આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે છે. એકંદરે આ સમય મેષ રાશિ માટે અનુકૂળ રહેશે નહીં.
આ પણ વાંચો:
ઘર ખરીદનાર લોકોને મળી શકે છે સારા સમાચાર, નવી જંત્રીના અમલ સાથે સ્ટેમ્પ ડ્યૂટીમાં..'
WPL ની પહેલી ચેમ્પિયન બની મુંબઈ ઈન્ડિયન્સ, ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું
રાશિફળ 27 માર્ચ: આ જાતકોને વેપારમાં થોડું જોખમ મોટો લાભ કરાવશે!
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો પર પણ ગુરુ ચાંડાલ યોગની નકારાત્મક અસર પડશે. આ સમય દરમિયાન તમને સ્વાસ્થ્ય અને નાણાકીય સમસ્યાઓ થઈ શકે છે. અશુભ સમાચાર મળવાના પણ સંકેત છે. તમને કાર્યસ્થળ પર પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો, તમારો સમય લો અને ધીરજથી આગળ વધો.
ધનુ રાશિ
ગુરુ ચાંડાલ યોગ ધનુ રાશિના લોકો માટે પણ મુશ્કેલી લાવી શકે છે. આ દરમિયાન ધનુ રાશિના લોકોએ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારા વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે. ખર્ચમાં વધારો થશે જેના કારણે તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ સમયગાળા દરમિયાન કોઈ પ્રકારનો અજ્ઞાત ભય તમને પરેશાન કરી શકે છે. આ સિવાય નોકરી અને કરિયરમાં પણ મુશ્કેલી આવી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
મોંઘવારીની મોટી થપાટ માટે રહો તૈયાર, 1 એપ્રિલથી વધશે CNG-PNG ગેસના ભાવ!
કાર ચલાવતી વખતે કરેલી આ ભુલ ઘટાડે છે કારની માઈલેજ, માઈલેજ વધારવી હોય તો ન કરો આ ભુલ
જો તમારામાં આ 4 ગુણ હશે તો મહિલાઓ આપોઆપ ખેંચાઈ આવશે, બીજા પુરુષો બળીને ખાખ થઈ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે