12 વર્ષ બાદ સૌથી શક્તિશાળી ગ્રહ મેષમાં માર્ગી, આ 3 રાશિવાળાની ધન-સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે

ગુરુ ગ્રહ મેષમાં લગભગ 12 વર્ષ બાદ માર્ગી થયો છે. જેનો પ્રભાવ કેટલીક રાશિઓના જાતકો પર જોવા મળશે. આ લોકોના જીવનમાં ફેરફાર આવશે. આ સાથે જ ધન સંપત્તિ મળવાના યોગ બનશે. જાણો આ લકી રાશિઓ વિશે...

12 વર્ષ બાદ સૌથી શક્તિશાળી ગ્રહ મેષમાં માર્ગી, આ 3 રાશિવાળાની ધન-સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે

વૈદિક જ્યોતિષ મુજબ ગુરુ ગ્રહ સમૃદ્ધિ, જ્ઞાન, આધ્યાત્મ, જ્યોતિષ, માન સન્માન અને પ્રતિષ્ઠાનો કારક ગ્રહ માનવામાં આવે છે. આથી જ્યારે પણ ગુરુ ગ્રહની ચાલમાં ફેરફાર થાય છે તો આ સેક્ટરોમાં ખાસ પ્રભાવ પડે છે. અત્રે જણાવવાનું કે ગુરુ ગ્રહ 31 જાન્યુઆરીના રોજ મેષ રાશિમાં માર્ગી થયો છે. એટલે કે ગુરુ ગ્રહ મેષમાં લગભગ 12 વર્ષ બાદ માર્ગી થયો છે. જેનો પ્રભાવ કેટલીક રાશિઓના જાતકો પર જોવા મળશે. આ લોકોના જીવનમાં ફેરફાર આવશે. આ સાથે જ ધન સંપત્તિ મળવાના યોગ બનશે. જાણો આ લકી રાશિઓ વિશે...

મેષ રાશિ
તમારા માટે ગુરુ ગ્રહનું માર્ગી થવું શુભ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિના લગ્ન ભાવ પર માર્ગી થયો છે. આથી આ સમય તમારા માટે વ્યક્તિત્વમાં નિખાર લાવશે. આ સાથે જ તમારો ઝુકાવ આધ્યાત્મ તરફ વધશે. કોઈ વરિષ્ઠ કે પ્રભાવશાળી વ્યક્તિની મદદથી રોજગારીની દિશામાં સારી તક મળશે. આ રીતે તમે પૂરા જોશ સાથે તમારા લક્ષ્યને હાંસલ કરી શકશો. લગ્નજીવન શાનદાર રહેશે. ગુરુ ગ્રહ તમારી રાશિથી નવમ અને 12માં ભાવના સ્વામી છે. આથી આ સમય તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સાથે જ તમે દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. જે શુભ રહેશે. 

ધનુ રાશિ
ગુરુ ગ્રહની સીધી ચાલે ચાલવું એ ધનુ રાશિ માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી ગોચર કુંડળીના પંચમ સ્થાન પર માર્ગી થયા છે. આ સાથે જ તે તમારી રાશિના સ્વામી છે. આથી આ સમય દરમિયાન સંતાનોની પ્રગતિ થઈ શકે છે. આ સાથે જ ફસાયેલા ધનની પ્રાપ્તિ થઈ શકે છે. કરિયરની રીતે આ સમય તમારા માટે અનુકૂળ છે. તમે તમારી યોજનાઓ મુજબ કામ પૂરા કરવામાં સફળ રહેશો. પૈતૃક સંપત્તિથી ફાયદો થઈ શકે છે. જે લોકોનો પ્રેમ સંબંધ ચાલે છે તેમને પણ આ સમય દરમિયાન સફળતા મળી શકે છે. 

સિંહ રાશિ
ગુરુ ગ્રહની સીધી ચાલ લાભપ્રદ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી નવમ ભાવ પર માર્ગી થશે. આથી આ સમયે તમારો ભાગ્યોદય થઈ શકે છે. આ સાથે જ નોકરીયાતોને તેમના વરિષ્ઠોનો પૂરેપૂરો લાભ મળશે. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. જે વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગતા હોય તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને જોબ મળી શકે છે. આ સાથે જ  આ સમય દરમિયાન તમારી ઈચ્છાઓ પૂરી થશે. નવું કામ પણ શરૂ કરી શકો છો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news