Coconut of Worship:જો પૂજામાં રાખેલું શ્રીફળ ખરાબ નીકળે તો શું માનવામાં આવે છે? જાણો અહીં

Spoiled Coconut Meaning: હિંદુ સનાતન ધર્મમાં પૂજા પાઠનું ખાસ મહત્વ છે. એમાં પણ દરેક પૂજામાં શ્રીફળનો ખાસ ઉપયોગ થયા છે. મોટા ભાગની પૂજામાં શ્રીફળનો ઉપયોગ થાય છે જ્યારે કેટલીક વાર લીલા નારિયેળનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
 

Coconut of Worship:જો પૂજામાં રાખેલું શ્રીફળ ખરાબ નીકળે તો શું માનવામાં આવે છે? જાણો અહીં

Spoiled Coconut In Worship: અનેકવાર તમે જોયું હશે કે પૂજામાં ચડાવેલું નારિયેળ ખરાબ નિકળે છે. એવામાં લોકોને લાગે છે કે તેમની પૂજા સફળ નથી થઈ અને આ ખરાબ નારિયેળના માધ્યમથી ભગવાન એવો સંકેત આવી રહ્યા છે કે તેમની પૂજામાં વિઘ્ન છે. પરંતુ ધર્મ અને શાસ્ત્રોના જાણકારોનો મત આના કરતા અલગ છે. જાણકારોના મતે જો પૂજામાં તમારું નારિયેળ ખરાબ નિકળે તો તેને શુભ માનવામાં આવે છે.

ધર્મના જાણકારોના મતે પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવામાં આવતા નારિયેળને ફોડવાથી જો તે ખરાબ નિકળે છે તો તેનો મતલબ છે કે ભગવાને તમારી પૂજાને સ્વીકાર કરી લીધી છે. સાથે જ આ પૂજાનું સાર્થક પરિણામ જલ્દી જ તમને મળશે. આથી જ જો પૂજાનું શ્રીફળ ખરાબ નિકળે તો ગભરાવું ન જોઈએ. માતા લક્ષ્મીને નારિયેળ ખૂબ જ પ્રિય છે. આથી જો શ્રીફળ ખરાબ નિકળે તો એવું માનવું કે ભગવાને પ્રસાદ ગ્રહણ કર્યો છે.

જો તમારું નારિયેળ સારું નિકળે છે તો કોઈ સમસ્યા નથી. તેને કાપીને તમે લોકોમાં પ્રસાદી રૂપે વહેંચી શકો છો. જેનાથી ભગવાન ખુશ થાય છે. અનેક વાર પૂજામાં ચડ઼ાવવામાં આવેલું નારિયેળ ફોડવાથી અંદરથી સુકું નિકળે છે. જેનો અર્થ એ છે કે જલ્દી જ પૂજા કરનારની મનોકામના પૂર્ણ થવાની છે. અને સુખદ પરિણામ મળવાનું છે.

આ પણ વાંચો:
રાજકારણમાં ગરમાવો! સુરત AAPમાં મોટું ભંગાણ, વધુ 6 કોર્પોરેટર ઝાડુ છોડી BJPમાં જોડાયા
રિંકુ સિંહની તોફાની ઈનિંગ એળે ગઈ, હૈદરાબાદે રોમાંચક મેચમાં કોલકાતાને માત આપી
11 હજાર કલાકારોએ બિહુ ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, પીએમ મોદી બન્યા સાક્ષી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news