સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ વસ્તુઓ ન કરવી કોઈ સાથે શેર... કરવાથી ખરાબ થાય છે દાંપત્યજીવન
Vastu Tips: કોઈ ખાસ અવસર હોય ત્યારે સ્ત્રીઓ એકબીજા સાથે ઘણી વસ્તુઓ શેર કરે છે ખાસ કરીને જો કોઈ બિંદી ભુલી જાય તો તુરંત પર્સમાંથી કાઢીને આપવામાં આવે છે. પરંતુ આમ કરવાથી દાંપત્યજીવન ખરાબ પણ થઈ શકે છે.
Trending Photos
Vastu Tips: શાસ્ત્રોમાં કહેવાયું છે કે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. દાન કરવાની આદત સારી આદત છે પરંતુ સૌભાગ્યવતી સ્ત્રીઓએ સમજી વિચારીને કોઈપણ વસ્તુનું દાન કરવું જોઈએ. સૌભાગ્યવતી સ્ત્રીઓ જો કેટલીક વસ્તુઓનો દાન કરે છે અથવા તો કોઈની સાથે તેને શેર કરે છે તો તેનાથી તેનું દાંપત્ય જીવન પણ ખરાબ થઈ શકે છે. તો ચાલો જણાવીએ તમને પણ કે સૌભાગ્યવતી સ્ત્રીઓએ કઈ કઈ વસ્તુ બીજા સાથે શેર કરવી જોઈએ નહીં.
સિંદૂર
હિન્દુ ધર્મમાં સિંદૂરની સૌભાગ્યની નિશાની માનવામાં આવ્યું છે. લગ્ન થાય ત્યારે પતિ પોતાની પત્નીને સિંદૂર લગાડે છે. લગ્ન થાય પછી રોજ સ્ત્રી પોતાના શેથામાં સિંદૂર પૂરે છે. સિંદૂર તેના સૌભાગ્યની નિશાની હોય છે તેવામાં અન્ય મહિલા સાથે પોતાનું સિંદુર શેર કરવું નહીં. એટલું જ નહીં કોઈની નજર સામે ક્યારેય શેથામાં સિંદૂર પુરવું જોઈએ નહીં.
આ પણ વાંચો:
કાજલ
સૌભાગ્યવતી સ્ત્રીએ પોતાનું કાજલ પણ અન્ય કોઈને આપવું જોઈએ નહીં. આમ કરવું પણ અશુભ માનવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રી પોતાનું કાજલ અન્ય સ્ત્રી સાથે શેર કરે છે તો જીવનસાથી સાથેનો સંબંધો ખરાબ થવા લાગે છે અને વૈવાહિક સુખ પણ પ્રાપ્ત થતું નથી. તેનાથી દાંપત્યજીવનમાં કલેશ વધે છે.
બિંદી
બિંદી પણ એવી વસ્તુ છે જે સૌભાગ્યની નિશાની છે અને સૌભાગ્યવતી સ્ત્રીના માથા પર હંમેશા જોવા મળે છે. સૌભાગ્યવતી સ્ત્રીનું કપાળ ક્યારે ખાલી હોતું નથી. તેવામાં જો સૌભાગ્યવતી સ્ત્રી પોતાની બિંદી અન્ય કોઈ વ્યક્તિને આપે છે તો તેના વૈવાહિક જીવનમાં કષ્ટ વધે છે. બિંદી કોઈ સાથે શેર કરવાથી દાંપત્યજીવન પ્રભાવિત થાય છે અને પતિ પત્ની વચ્ચે અણબનાવ થઈ જાય છે.
બંગડી અને પાયલ
સૌભાગ્યવતી સ્ત્રીએ પોતાની બંગડી કે પાયલ પણ અન્ય કોઈ વ્યક્તિને પહેરવા આપવી નહીં. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે અંતર વધવા લાગે છે અને સંતાનો પક્ષ તરફથી પણ અશુભ પરિણામ મળે છે. બંગડી કોઈને આપવાથી પતિ પત્નીના સંબંધો ખરાબ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે