Mangal Gochar 2024: સોનાની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, મંગળની બદલાયેલી ચાલ બનાવશે ધનવાન
Mangal Gochar 2024: મંગળ ગ્રહ મૃગશિરા નક્ષત્રમાંથી નીકળી આદ્રા નક્ષત્રમાં ગોચર કરે છે. મંગળનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનું છે. આ 3 રાશિઓ કઈ કઈ છે ચાલો જાણીએ.
Trending Photos
Mangal Gochar 2024: ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા મંગળ ગ્રહ એ પોતાની ચાલ બદલી છે. વૈદિક જ્યોતિષમાં મંગળને પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. મંગળ જ્યારે નક્ષત્ર પણ બદલે છે તો તેને અસર બધી જ રાશિઓની સાથે દેશ, દુનિયા અને વાતાવરણ પર પણ જોવા મળે છે. ગ્રહોના સેનાપતિ મંગળએ 6 સપ્ટેમ્બરે બપોરે 12 કલાકથી નક્ષત્ર પરિવર્તન કર્યું છે. મંગળ ગ્રહે મૃગશિરા નક્ષત્રમાંથી નીકળી આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. મંગળનું નક્ષત્ર પરિવર્તન બધી જ રાશિઓને અસર કરશે પરંતુ 3 રાશીના લોકો માટે મંગળની બદલાયેલી ચાલ શુભ સાબિત થશે.
મંગળના આદ્રા નક્ષત્રમાં પ્રવેશથી 3 રાશિઓને થશે લાભ
મેષ રાશિ
આત્મવિશ્વાસ વધશે અને વ્યક્તિત્વ ઊર્જવાન બનશે. પડકારોનો સામનો કરવા માટે તૈયાર હશો. આવકના નવા સ્ત્રોત ખુલશે. અચાનક ધન લાભ થવાની સંભાવના. નોકરી કરતા લોકોને ઓફિસમાં પ્રસંશા સાંભળવા મળશે. પ્રમોશન થવાના યોગ. વેપારનો વિસ્તાર થશે. આવકમાં વૃદ્ધિ થશે. વિવાહના યોગ બની શકે છે.
વૃશ્ચિક રાશિ
આત્મવિશ્વાસ વધશે. નિર્ણય લેવાની ક્ષમતા વધશે. લક્ષ પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. દ્રઢ સંકલ્પથી આવકમાં વૃદ્ધિ થશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. લવ લાઇફમાં સ્થિરતા આવશે. સંપત્તિમાં લાભ થશે. નોકરી કરતા લોકોને સારી તક મળી શકે છે. આવક વધવાના પ્રબળ યોગ.
મકર રાશિ
મંગળનું નક્ષત્ર પરિવર્તન સ્વભાવ અને માનસિક સ્થિતિ પર સકારાત્મક અસર કરશે. ધૈર્ય અને અનુશાસન વધશે. મહેનતથી લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. આવકમાં વૃદ્ધિ થશે. ઓફિસમાં કામ કરવાની બાબતમાં સ્થિરતા વધશે. વેપારનો વિસ્તાર થશે. વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન માટે સારી તકો મળી શકે છે. વિવાહના યોગ બની શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે