Navratri 2022: આ નવરાત્રિ ટેટ્ટૂ બન્યા સ્ટાઈલ સ્ટેટમેન્ટ, આ ડિઝાઈન્સ છે પોપ્યુલર
સ્ટાઈલને ખાતર યુવાનો કાંઈ પણ કરવા માટે તૈયાર છે. યુવતીઓ હાથ પર, બાવડા પર, પીઠ પર ટેટ્ટૂ કરાવી રહ્યા છે. એમાં પણ નવે નવ દિવસ અલગ અલગ રંગ અને ડિઝાઈનના ટેટ્ટૂ કરાવવા માટે યુવાનો તૈયાર છે.
Trending Photos
આશ્કા જાની, અમદાવાદઃ સ્ટાઈલને ખાતર યુવાનો કાંઈ પણ કરવા માટે તૈયાર છે. યુવતીઓ હાથ પર, બાવડા પર, પીઠ પર ટેટ્ટૂ કરાવી રહ્યા છે. એમાં પણ નવે નવ દિવસ અલગ અલગ રંગ અને ડિઝાઈનના ટેટ્ટૂ કરાવવા માટે યુવાનો તૈયાર છે. કોરોના કાળ બાદ આખરે આ વખતે નવરાત્રિમાં ખેલૈયાઓ મન મુકીને ગરબા રમવા માટે તૈયાર છે. નવા નવા ચણિયા ચોળી, એસેસરીઝ, જ્વેલરીની ખરીદી કરવામાં આવી રહી છે. અને સાથે આ વખતે ટેટ્ટૂઝ પણ ટ્રેન્ડમાં છે. ખાસ નવરાત્રિ માટે ટેમ્પરરી ટેટ્ટૂ કરાવવાનો ક્રેઝ યંગસ્ટર્સમાં વધી રહ્યો છે. કારણ કે આ ટેટ્ટૂ તેમને યુનિક લૂક આપે છે અને તેમને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે.
નવરાત્રિ પહેલા યુવતીઓ જુદા જુદા પ્રકારના પરમેનેન્ટ અને ટેમ્પરરી ટેટ્ટૂઝ કરાવી રહી છે. જેમાં મા અંબાના ફોટાવાળા ટેટ્ટૂ, પોતાના નામના ટેટ્ટૂઝ, ગરબા રમતા ટેટ્ટૂઝ વધારે લોકપ્રિય છે. આ ટેટ્ટૂ બનાવવા માટે તેમને થોડો સમય લાગે છે પરંતુ સ્ટાઈલને ખાતર યુવાનો કાંઈ પણ કરવા માટે તૈયાર છે. યુવતીઓ હાથ પર, બાવડા પર, પીઠ પર ટેટ્ટૂ કરાવી રહ્યા છે. એમાં પણ નવે નવ દિવસ અલગ અલગ રંગ અને ડિઝાઈનના ટેટ્ટૂ કરાવવા માટે યુવાનો તૈયાર છે.
અમદાવાદ ટેટ્ટૂ આર્ટિસ્ટના જણાવ્યા પ્રમાણે, નવરાત્રિમાં ટેમ્પરરી ટેટ્ટૂની ડિમાન્ડમાં વધારો થયો છે. યુવતીઓ કલરફુલ ખાસ કરીને બ્રાઈટ કલરના ટેટ્ટૂ કરાવવાનું પસંદ કરે છે. આ ટેટ્ટૂની કિંમત 500 રૂપિયાથી 2 હજાર રૂપિયા સુધીની હોય છે. ટેટ્ટૂ બનાવતી વખતે કલર કોમ્બિનેશનને ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને વાયબ્રન્ટ કલર્સનો ઉપયોગ કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે