Dhan Labh Upay: એક પાન જગાડી દેશે સુતેલા ભાગ્યને, તમારા માટે ખુલી જશે કુબેરનો ખજાનો, તુરંત કરો આ સરળ ઉપાય
Dhan Labh Upay:તમારા ભાગ્યના બંધ દરવાજાને ખોલવાનો આજે તમને એક અચૂક ઉપાય જણાવીએ. આજે તમને પીપળાના પાનનો અને નાગરવેલના પાનનો એક એવો ઉપાય જણાવીએ જેને અપનાવીને તમે તમારા જીવનમાં આવેલી સમસ્યાઓને દૂર કરી શકો છો. આ ઉપાય કરવાથી પ્રગતિના રસ્તા ખુલી જશે અને તમારું ભાગ્ય પણ ચમકી જશે.
Trending Photos
Dhan Labh Upay: શું તમે પણ તમારા જીવનને સુધારવા અને આર્થિક રીતે સધ્ધર થવા દિવસ રાત મહેનત કરો છો પણ કોઈ પરિણામ નથી મળતું? તો તમારા ભાગ્યના બંધ દરવાજાને ખોલવાનો આજે તમને એક અચૂક ઉપાય જણાવીએ. આજે તમને પીપળાના પાનનો અને નાગરવેલના પાનનો એક એવો ઉપાય જણાવીએ જેને અપનાવીને તમે તમારા જીવનમાં આવેલી સમસ્યાઓને દૂર કરી શકો છો. આ ઉપાય કરવાથી પ્રગતિના રસ્તા ખુલી જશે અને તમારું ભાગ્ય પણ ચમકી જશે. આ ઉપાય કર્યા પછી તમને પણ ધનવાન બનતા કોઈ અટકાવી નહીં શકે. તમને દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે. તો ચાલો તેમને પણ જણાવીએ એવા કયા ઉપાય છે જે ભાગ્યના બંધ દરવાજા ખુલે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર નાગરવેલના પાન ખરાબ નજરને દૂર કરવા માટે ઉપયોગી છે. કોઈપણ પૂજા પાઠ હોય તો તેમાં તેનો ઉપયોગ થાય છે. માન્યતા છે કે પીપળાના પાનમાં ભગવાનનો વાસ હોય છે. તેની પૂજા કરવાથી જીવનના કષ્ટ દૂર થાય છે. આ બંને ચમત્કારી પાનનો આ ઉપાય કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
પીપળાના પાનનો ઉપાય
પીપળાના પાનનો આ ઉપાય ગુરુવારે કરવાનો છે. તેના માટે સૌથી પહેલા પીપળાના પાનને ગંગાજળ થી સાફ કરી તેમાં ચંદનથી ॐ શ્રીં હ્રીં શ્રીં નમઃ મંત્ર લખો. તેના ઉપર ચાંદીનો સિક્કો રાખો અને તેની ઉપર બીજું પાન રાખો. હવે આ બંને પાનને ચાંદીના સિક્કા સહિત તિજોરીમાં રાખી દો. જો તમારી પાસે ચાંદીનો સિક્કો ન હોય તો તમે પીપળાના પાન પર ॐ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર લખી તેને પવિત્ર સ્થાન પર રાખી દો. જ્યારે આ પાન સુકાઈ જાય તો તેને નદીમાં પ્રવાહિત કરી દો.
નાગરવેલના પાનનો ઉપાય
જો તમે નજર દોષ ને દૂર કરવા માંગો છો અને જીવનમાં સમૃદ્ધિ મેળવવા માંગો છો તો આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે.. તેના માટે એક વાટકીમાં ઘી અને સિંદૂર મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે નાગરવેલના પાન ઉપર સિંદૂરથી સ્વસ્તિક બનાવો. તેના ઉપર સોપારી રાખો અને આ પાન ભગવાન ગણેશને ચઢાવો. આ ઉપાય કરવાથી વેપાર, નોકરીમાં સફળતા મળે છે અને અટકેલું ધન પણ પ્રાપ્ત થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે