Radhashtami 2021: રાધાષ્ટમીની પૂજા વગર કેમ અધુરી ગણાય જન્માષ્ટમીની પૂજા? જાણો રોચક કથા
Radhashtami 2021: હિંદુ ધર્મમાં રાધા અને કૃષ્ણનું નામ એકસાથે લેવાની પરંપરા છે. કારણકે માનવામાં આવે છે કે, રાધા વગર શ્યામ અધૂરા છે. કદાચ આ જ કારણ સાથે જોડાયેલો એક પૌરાણિક સંયોગ પણ આ વાતની સાક્ષી પૂરે છે. શ્રાવણ વદ આઠમને આખી દુનિયા જન્માષ્ટમી ઉજવે છે, ત્યાં બીજી બાજુ વ્રજમંડળમાં ભાદરવા સુદ આઠમના દિવસે મનાવવામાં આવે છે. વ્રજધામમાં ખાસ કરીને બરસાનામાં આ દિવસે ધૂમ મચેલી હોય છે. માન્યતા અનુસાર રાધાજીની પૂજા વગર જન્માષ્ટમીની પૂજા અધૂરી છે. આ વર્ષે રાધાષ્ટમી 14 સપ્ટેમ્બરનાં રોજ છે.
Trending Photos
નવી દિલ્હીઃ હિંદુ ધર્મમાં રાધા અને કૃષ્ણનું નામ એકસાથે લેવાની પરંપરા છે. કારણકે માનવામાં આવે છે કે, રાધા વગર શ્યામ અધૂરા છે. કદાચ આ જ કારણ સાથે જોડાયેલો એક પૌરાણિક સંયોગ પણ આ વાતની સાક્ષી પૂરે છે. શ્રાવણ વદ આઠમને આખી દુનિયા જન્માષ્ટમી ઉજવે છે, ત્યાં બીજી બાજુ વ્રજમંડળમાં ભાદરવા સુદ આઠમના દિવસે મનાવવામાં આવે છે. વ્રજધામમાં ખાસ કરીને બરસાનામાં આ દિવસે ધૂમ મચેલી હોય છે. માન્યતા અનુસાર રાધાજીની પૂજા વગર જન્માષ્ટમીની પૂજા અધૂરી છે. આ વર્ષે રાધાષ્ટમી 14 સપ્ટેમ્બરનાં રોજ છે.
રાધાષ્ટમીની તિથિ અને મૂહુર્ત:
ભાદરવા મહિનો ભગવાન કૃષ્ણ અને રાધાને સમર્પિત છે. પંચાગ અનુસાર આ વર્ષે રાધાષ્ટમીની તિથિ 13 સપ્ટેમ્બરે સવારે 03:11 વાગ્યાથી 14 સપ્ટેમ્બરે 01:09 સુધી રહેશે. ઉદય તિથિ હોવાના કારણે રાધાષ્ટમીનું પર્વ 14 સપ્ટેમ્બરે મંગળવારે મનાવવામાં આવશે. આ દિવસે રાધાજીનું વ્રત અને પૂજન કરવાથી સુખ, સૌભાગ્ય અને સંતાનની પ્રાપ્તિ થાય છે. તથા મોક્ષના દ્વાર પણ ખુલી જાય છે.
રાધાષ્ટમીની પૂજન વિધિ:
રાધાષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાની સંયુક્ત રૂપે પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન આદિથી નિવૃત્ત થઈને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. ત્યારબાદ એક આસન પર વસ્ત્ર પાથરીને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. મૂર્તિને પંચામૃત સ્નાન કરાવીને ધૂપ, દીપ, ફળ, ફૂલ, નૈવેદ્ય વગેરે અર્પિત કરવામાં આવે છે. રાધા-કૃષ્ણની સ્તુતિ કરવામાં આવે છે. શ્રીરાધા કૃપાકટાક્ષ સ્તોત્રનો પાઠ કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે. વ્રતનાં પારણ આગલા દિવસે સૌભાગ્યવતી મહિલાઓ કે બ્રાહ્મણોના ભોજન અને દાન સાથે કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે