Nakshatra: આ નક્ષત્રમાં જન્મેલા લોકો હોય છે આકર્ષક અને રોમેન્ટિક
rohini nakshatra secrets: ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ પણ નક્ષત્ર રોહિણીમાં થયો હતો. આ નક્ષત્રના દેવતા બ્રહ્માજી છે, જે પ્રકૃતિના ક્રિએટર છે. હવે જરા પ્રકૃતિ વિશે વિચાર કરો કે તે કેટલી સુંદર છે તો તમે બ્રહ્માજીના ગુણો વિશે સમજી જશો.
Trending Photos
નવી દિલ્હીઃ rohini nakshatra prediction: રોહિણી નક્ષત્રને ચંદ્રમાની અમૃત શક્તિનું બીજ માનવામાં આવે છે. આ નક્ષત્ર ચાર તારથી મળીને બને છે. ઋષિઓએ રોહિણીને વિશેષ સન્માન આપ્યું છે. આ લોકોએ રોહિણી નક્ષત્રમાં પ્રજાપતિ બ્રહ્માનો વાસ માન્યો છે. તેના ચારોની રચના બળદગાડાની આકૃતિ જેવી હોય છે અને રોહમ શબ્દનો પ્રયોગ સવારી કરવાથી થાય છે. રોહ શબ્દનો અર્થ વૃદ્ધિ, વિકાસ, ઉચ્ચતાપ મેળવવો હોય છે. રોહિણીનો શાબ્દિક અર્થ લાલ ગાય છે અને આ નક્ષત્રના દેવતા બ્રહ્માજી છે. રોહિણી નક્ષત્ર વૃષભ રાશિમાં હોય છે. તેથી વૃષભ રાશિના જાતકોનું રોહિણી નક્ષત્ર હોઈ શકે છે.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મનું નક્ષત્ર પણ રોહિણી હતું. આ નક્ષત્રના દેવતા બ્રહ્માજી છે, જે પ્રકૃતિના ક્રિયેટર છે. હવે કુદરત વિશે જરા વિચારો, તે કેટલું સુંદર છે, તો તમને બ્રહ્માજીના ગુણો આપોઆપ સમજાઈ જશે. રોહિણી નક્ષત્રનો સંબંધ કૃષિ અને સભ્યતાના વિકાસ સાથે પણ જોડાયેલો છે, જેમ બીજ રોપ્યા પછી અંકુર ફૂટે છે, પછી ધીમે ધીમે તે છોડ બની જાય છે અને વધતું વૃક્ષ ફળ આપે છે.
આકર્ષક અને રોમેન્ટિક
રોહિણી નક્ષત્રમાં જન્મેલો વ્યક્તિ પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિનો પુજારી હોય છે. પર્યાવરણને લઈને તે ખુબ સંવેદનશીલ હોય છે. આ નક્ષત્રના લોકોની આંખો સુંદર હોય છે. રોહિણી નક્ષત્રમાં જન્મેલા લોકો સુંદર હોવાની સાથે એ રીતે વાત કરે છે કે જાણે મોઢામાં મીઠાઈ હોય. આ સાથે તે થોડા રોમેન્ટિક પણ હોય છે.
રોહિણી નક્ષત્રના લોકો તેમના દિલથી વધુ કામ કરે છે અને તેથી તેઓ લોકો પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરે છે. રોહિણી નક્ષત્રના લોકો કલ્પનાશીલ અને સર્જનાત્મક સ્વભાવના હોય છે. નવી વસ્તુઓ શોધવાની ક્ષમતા હોય છે. રોહિણી નક્ષત્રના લોકોમાં એક વધુ ખાસ વાત એ છે કે જો તેઓ કોઈ પ્રોજેક્ટ સાથે જોડાય છે, તો તેની ખામીઓ શોધીને તેને દૂર કરીને, તેઓ ખૂબ જ શિસ્તબદ્ધ અને સંતુલિત રહીને પ્રોજેક્ટમાં સારા પરિણામ લાવવાની ક્ષમતા ધરાવે છે. તમે ઘર અને કાર્યક્ષેત્રમાં વ્યવસ્થિત રહેવાનું પસંદ કરે છે અને ગંદકીને સખત નફરત કરે છે. સ્વભાવે કોમળ અને સૌંદર્ય પ્રત્યે લગાવ એ મુખ્ય ગુણોમાંનો એક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે