ગ્રહણ દરમિયાન કરવામાં આવેલા આ ઉપાય તમને કરી દેશે માલામાલ, ઘરમાં રહેશે અખૂટ લક્ષ્મીનો વાસ

Grahan Upay: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ દરમિયાન કરવામાં આવેલા કેટલાક ઉપાયોનું ખાસ મહત્વ હોય છે. કહેવાય છે કે, આ ઉપાયો કુંડળીને પ્રભાવિત કરતા અશુભ ફળોને દૂર રાખે છે.

ગ્રહણ દરમિયાન કરવામાં આવેલા આ ઉપાય તમને કરી દેશે માલામાલ, ઘરમાં રહેશે અખૂટ લક્ષ્મીનો વાસ

Surya Grahan 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ દરમિયાન આવતા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું ખાસ મહત્વ હોય છે. કહેવાય છે કે, આ દરમિયાન કરવામાં આવેલા ખાસ ઉપાયોથી કુંડળીને પ્રભાવિત કરતા અશુભ ફળોથી મુક્તિ અપાવે છે. વર્ષનું પહેલુ સૂર્યગ્રણ 20 એપ્રિલનાં રોજ ગુરુવારે લાગશે અને બરાબર તેના 15 દિવસ પછી ચંદ્રગ્રહણ લાગશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહણ દરમિયાન કેટલાક ખાસ ટૂચકા કરવામાં આવે તો માં લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. સાથે જ કહેવાય છે કે, હંમેશા ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. ચાલો જાણીએ આ દરમિયાન અજમાવવામાં આવતા ઉપાયો વિશે.

દેવા મુક્ત થવા માટે કરો આ ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે લાંબા સમયથી દેવાથી પરેશાન છો અને પૈસા ચૂકવવામાં અસમર્થ છો તો ગ્રહણના દિવસે તાળું ખરીદીને રાત્રે એવી જગ્યાએ રાખો, જ્યાં ચંદ્રનો પ્રકાશ આખી રાત પડે. ત્યાર બાદ સવારે તાળાને મંદિરમાં ચુપચાપ મૂકી આવવાથી વ્યક્તિનું તમામ ઋણ દૂર થઈ જશે. તેની સાથે ઘરમાં ધનનાં ભંડાર ભરેલા રહેશે.

કરિયરમાં સફળતા મેળવવા માટે
જો કોઈ વ્યક્તિને પોતાના કરિયરમાં વારંવાર અડચણ આવે છે અથવા તેના કરિયરમાં મુશ્કેલી આવી રહી હોય તો આવા વ્યક્તિએ ગ્રહણ છૂટ્યા ખીર બનાવીને કાગડાને ખવડાવવી જોઈએ. આ ઉપાય કરવાથી શનિ, રાહુ અને કેતુની પ્રતિકૂળ અસર ઓછી થઈ જાય છે અને આ વ્યક્તિનાં જીવનમાં પ્રગતિના નવા રસ્તાઓ ખોલે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહણ દોષ હોય તો ચંદ્રગ્રહણના સમયે દૂધ, ચોખા, મીઠાઈ વગેરે વસ્તુઓનું દાન જરૂરતમંદોને કરો. તેનાથી ચંદ્રની શુભ અસર વધે છે અને મનની દ્વીધા દૂર થાય છે.

ઝડપથી ધન મેળવવા માટે
જો તમે ઝડપથી પૈસા કમાવવા માંગો છો, તો ચંદ્રગ્રહણના સમયે એક ખાસ ઉપાય તમને ધનવાન બનાવી શકે છે. આ ઉપાય કરવા માટે ચાંદીનો ટુકડો, દૂધ અને ગંગાજળ લો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં ચંદ્રગ્રહણનો પડછાયો પડતો હોય. આ પછી બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં તેને લઈને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી વ્યક્તિની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news