રસ્તા પર શા માટે હોય છે સફેદ અને પીળા રંગના પટ્ટા ? જાણો તેનો અર્થ અને કારણ
Interesting Facts: ટ્રાફિક નિયમ અનુસાર દરેક લાઈન અલગ અલગ કારણથી બનેલી હોય છે. ટ્રાફિક વિભાગ હાઇવે ઉપર આ પ્રકારની લાઇન એટલા માટે બનાવે છે કે દુર્ઘટના ઓછી થાય.
Trending Photos
Interesting Facts: જ્યારે પણ તમે રસ્તા પર નીકળો છો ત્યારે એક વસ્તુ બધે જ તમને સામાન્ય જોવા મળે છે. તે છે રસ્તા વચ્ચે બનેલા સફેદ અને પીળા રંગની લાઈન. તે અલગ અલગ પ્રકારની હોય છે પરંતુ બધા જ રસ્તા પર જોવા મળે છે. કેટલીક જગ્યાએ આ લાઈન તૂટેલી હોય છે તો કેટલીક જગ્યાએ સળંગ હોય છે. સફેદ અને પીળા રંગની આ લાઈન કારણ વિના બનાવેલી નથી હોતી તે કેટલાક નિયમો માટે બનેલી હોય છે. ટ્રાફિક નિયમ અનુસાર દરેક લાઈન અલગ અલગ કારણથી બનેલી હોય છે. ટ્રાફિક વિભાગ હાઇવે ઉપર આ પ્રકારની લાઇન એટલા માટે બનાવે છે કે દુર્ઘટના ઓછી થાય. આ લાઈન અલગ અલગ કારણથી બનેલી હોય છે. તેના વિશે જાણવું જરૂરી છે જેથી વાહન ચલાવતી વખતે કાર ચાલક જરૂરી નિયમનું પાલન કરે.
આ પણ વાંચો:
સીધી સફેદ લાઈન
રસ્તા પર જે સ્થિતિ સફેદ લાઈન બનેલી હોય છે તેનો અર્થ છે કે તમારે આ લાઈન પર જ ચાલવાનું છે. જે લાઈન પર તમે ચાલી રહ્યા છો
વચ્ચે વચ્ચેથી તૂટેલી લાઈન
રસ્તા વચ્ચે જે તૂટેલી સફેદ લાઈન હોય છે તેનો અર્થ હોય છે કે તમે આ લાઈન પરથી ગાડીની લાઈન બદલી શકો છો અથવા તો અન્ય ગાડીને ઓવરટેક કરી શકો છો. જો રસ્તા પર તૂટેલી લાઈન ન હોય અને સળંગ સીધી લાઈન હોય તો તેનો અર્થ છે તમારે અન્ય વાહનને ઓવરટેક નથી કરવાના.
રસ્તા વચ્ચે કરેલી બે સફેદ લાઈન
જો રસ્તા વચ્ચે બે સફેદ લાઈન બનેલી હોય તો તેનો અર્થ પણ છે કે તમે ઓવરટેક નથી કરી શકતા. તમારે અન્ય વાહનની સાથે જ ડ્રાઇવ કરવું પડશે આવા રસ્તા પર ભૂલથી પણ ઓવરટેક ન કરવું.
પીળા રંગની સિંગલ લાઈન
રસ્તા પર સફેદને બદલે પીળા રંગની સિંગલ લાઈન હોય તો સમજી લેવું કે તમે આ લાઇન ને ક્રોસ કરી શકતા નથી. તમે વાહનને ઓવરટેક કરી શકો છો પરંતુ તે લાઈનને પાર જઈને નહીં. જો રસ્તા પર બે પીળી લાઈન બનેલી હોય તો તેનો અર્થ છે કે તમે ઓવરટેક પણ કરી શકતા નથી અને અન્ય વાહનને પાસ પણ આપી શકતા નથી.
રસ્તાના કિનારે બનેલી પીળી લાઈન
રસ્તા ના કિનારે જેપીડી લઈને બનેલી હોય છે તેનો અર્થ છે કે તમે તેની ઉપર કાર પાર્ક કરી શકતા નથી. જો તમે તેના ઉપર કાર પાર્ક કરો છો તો તમને દંડ લાગી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે