ભારતે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની યજમાની ગુમાવી, આ છે કારણ
ભારતે પુરૂષોની વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021ની યજમાની ગુમાવી દીધી છે. ભારતમાં આ ટૂર્નામેન્ટ પ્રથમવાર યોજાવાની હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતે પુરૂષોની વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021ની યજમાની ગુમાવી દીધી છે. રાષ્ટ્રીય મહાસંઘ યજમાની ફી ભરી શક્યું નથી. આંતરરાષ્ટ્રીય બોક્સિંગ મહાસંઘે 2017માં કરવામાં આવેલો કરાર તોડીને હવે સર્બિયાને યજમાની સોંપી છે.
એઆીબીએ એક નિવેદનમાં કહ્યું, ભારત યજમાન શહેર કરારના નિયમો મુજબ યજમાની ફી ભરી શક્યું નથી, જેથી એઆઈબીએ કરાર તોડી દીધો છે. ભારતે હવે કરાર રદ્દ થવાને કારણે 500 ડોલરનો દંડ ભરવો પડશે.
ભારતમાં આ ટૂર્નામેન્ટ પ્રથમવાર યોજાવાની હતી. હવે સર્બિયાના બેલગ્રાદમાં યોજાશે. એઆઈબીએના અંતરિમ અધ્યક્ષ મોહમ્મદ મુસ્તાહસેને કહ્યું, સર્બિયા ખેલાડીઓ, કોચો, અધિકારીઓ અને પ્રશંસકો માટે દરેક રીતે સારા આયોજનમાં સક્ષમ છે. મુસ્તાહસેને કહ્યું કે, આ ચેમ્પિયનશિપ આગામી વર્ષે રમાનારા ટોક્યો ઓલિમ્પિક બાદ આયોજીત કરવામાં આવશે.
તેમણે કહ્યું, ઓલિમ્પિકમાં ફેરફાર થવાને કારણે એઆઈબીએની કાર્યકારી સમિતિ યજમાન દેશની સાથે સંભવિત તારીખો પર ચર્ચા કરશે. અમને આશા છે કે જો કોરોના વાયરસને કારણે સ્થિતિ નિયંત્રણમાં રહે છે તો અમે વિશ્વ ચેમ્પિયનશિપને ઓલિમ્પિક ગેમ્સ બાદ આયોજીત કરાવશું. જેટલી જલદી તારીખ નક્કી થઈ જશે એટલો ફાયદો બોક્સરોને થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે