ZIM vs AUS T20: એરોન ફિન્ચે તોડ્યો પોતાનો રેકોર્ડ, ઝિમ્બાબ્વે સામે ફટકાર્યા 172 રન
આ પહેલા પણ ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સર્વાધિક રનનો રેકોર્ડ ફિન્ચના નામે હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા ટી-20 ટીમના કેપ્ટન એરોન ફિન્ચે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ત્રિકોણીય શ્રેણીના ત્રીજા મેચમાં તોફાની બેટિંગ કરતા ઈતિહાસ રચી દીધો. તેણે ટી-20 ઈન્ટરનેશનલની સૌથી મોટી ઈનિંગ રમી. તેણે માત્ર 76 બોલમાં 16 ફોર અને 10 સિક્સની મદદથી 172 રનની ઈનિંગ રમી. આ પહેલા ઈંગ્લેન્ડ વિરુદ્ધ માત્ર 63 બોલમાં 156 રનની ઈનિંગ રમી હતી. આ મેચ સાઉથૈમ્પટનના રોજ બોલ મેદાનમાં 29 ઓગસ્ટ, 2013માં રમાયો હતો. મહત્વનું છે કે, આ ત્રિકોણીય શ્રેણીની ત્રીજી ટીમ પાકિસ્તાન છે.
ફિન્ચના બેટથી રનનો વરસાદ
હરારે ક્રિકેટ ક્લબમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જેને ફિન્ચ અને ડાર્સી શોર્ટે ખોટો સાબિત કર્યો. આ બંન્નેએ તોફાની બેટિંગ કરતા 19.2 ઓવરોમાં 223 રનની રેકોર્ડ ભાગીદારી કરી. તેમાં શોર્ટનું યોગદાન માત્ર 46 રનનું હતું. ફિન્ચની ઝડપી બેટિંગનો અંદાજ તે પરથી આવી શકે કે, તેણે માત્ર 22 બોલમાં 50 રન અને 50 બોલમાં સદી પૂર્ણ કરી.
20મી ઓવરમાં પડી બે વિકેટ
સદી બનાવ્યા બાદ ફિન્ચ વધુ ખતરનાક સાબિત થયો. તેણે 69 બોલમાં 150 રન પૂરા કર્યા. આ દરમિયાન 18મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના 200 રન પૂરા થઈ ગયા. 19મી ઓવરમાં તેની વિકેટ પડી. તે અંતિમ ઓવરના પાંચમાં બોલ પર હિટવિકેટ આઉટ થયો, જ્યારે શોર્ટ 46 રન બનાવી આઉટ થયો. આ રીતે તે ગેલના ઓવરઓલ ટી-20 વર્લ્ડ રેકોર્ડ અણનમ 175થી માત્ર 3 રન દૂર રહી ગયો. ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ 229 રન બનાવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે