બિંદ્રાને આશા, ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતી શકે છે પીવી સિંધુ
ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ રવિવારે સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં રમાયેલી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં જાપાનની નાઝોમી ઓકુહારાને 21-7, 21-7થી હરાવીને ઈતિહાસ રચી દીધો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતને સિંગલ સ્પર્ધામાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવનાર પૂર્વ ભારતીય શૂટર અભિનદ બિંદ્રાએ કહ્યું કે હાલમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન બનેલી સ્ટાર શટલર પીવી સિંધુ આગામી વર્ષે ટોક્યોમાં યોજાનારા ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતી શકે છે. સિંધુએ રવિવારે સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં રમાયેલી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને સતત ગેમોમાં 21-7, 21-7થી હરાવીને ઈતિહાસ રચી દીધો હતો.
સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ ખેલાડી છે. બિંદ્રાએ ટ્વીટ કર્યું, 'વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવો મોટી સિદ્ધિ છે. ભારત માટે શાનદાર દિવસ. હું આશાવાદ છું કે તેમાં સિંધુને વિશ્વાસ મળ્યો હશે કે તે ટોક્યોમાં પણ ગોલ્ડ મેડલ જીતી શકે છે. હું તેને અને તેની પૂરી ટીમને શુભકામનાઓ આપુ છું.'
Winning a World championship Gold medal is a fantastic achievement and a great day for Indian Sport. I am sure this will give @Pvsindhu1 intrinsic belief that she can go all the way at Tokyo. Wish her and her entire team the very best !
— Abhinav Bindra OLY (@Abhinav_Bindra) August 26, 2019
રિયો ઓલિમ્પિક 2016 અને વિશ્વ ચેમ્પિયનશિપ-2018ની ફાઇનલમાં સિંધુને પરાજય આપી સિલ્વર મેડલ સુધી રોકનારી સ્પેનની કૈરોલિના મારિને ટ્વીટ કર્યું, તમારા પર ગર્વ છે. તું ખરેખર સોનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે