હિન્દુ ગ્રંથોને વાંચીને મનને શાંતિ મળે છેઃ મિસી ફ્રેન્કલિન
ઓલમ્પિક રમતોમાં 5 ગોલ્ડ મેડલ જીતનારી અને માત્ર 23 વર્ષની ઉંમરમાં સ્વીમિંગમાંથી સંન્યાસ લઈને વિશ્વને ચોંકાવનારી મિસી ફ્રેન્કલિન આ દિવસોમાં હિન્દુ ગ્રંથોનો અભ્યાસ કરી રહી છે.
Trending Photos
મોનાકોઃ ઓલમ્પિક ગેમ્સમાં 5 ગોલ્ડ મેડલ જીતનારી પ્રભાવી તરણવીર મિસી ફ્રેન્કલિનને હિન્દુ ગ્રંથો વાંચવાથી માનસિક શાંતિ મળે છે. અમેરિકાની 23 વર્ષની આ સ્વીમરે ગત વર્ષે ડિસેમ્બરમાં સંન્યાસની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા હતા. ખંભાની ઈજાથી પરેશાન આ સ્વીમરે સંન્યાસ બાદ મનોરંજન માટે યોગ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ હિન્દૂ ધર્મ વિશે જાણ્યા બાદ તેનો ઝુકાવ આધ્યાત્મ તરફ થયો હતો. તે જોર્જિયા વિશ્વવિદ્યાલયમાં ધર્મમાં અભ્યાસ કરી રહી છે.
ફ્રેન્કલીને લોરેસ વિશ્વ રમત પુરસ્કારથી અલગ કહ્યું, હું છેલ્લા એક વર્ષથી ધર્મનો અભ્યાસ કરી રહી છું. તે ખુબ આકર્ષક અને આંખ ખોલનાર છે. મને વિભિન્ન સંસ્કૃતિઓ, લોકો અને અને તેની ધાર્મિક માન્યતાઓ વિશે વાંચવાનું પસંદ છે.
લંડન ઓલમ્પિકમાં 5 ગોલ્ડ મેડલ જીતનારી આ ખેલાડીએ કહ્યું, મારો પોતાનો ધર્મ ઈસાઈ છે પરંતુ મને રસ હિંદુ અને ઇસ્લામ ધર્મમાં વધુ છે. આ બંન્ને ધર્મ છે જેના વિશે મને વધુ ખ્યાલ ન હતો પરંતુ તેના વિશે વાંચ્યા બાદ લાગ્યું કે, તે શાનદાર છે. સ્વીમિંગમાં સફલ ફ્રેન્કલિન ભણવામાં પણ સારી છે અને તે હિંદુ ધર્મ વિશે ઘણુ જાણે છે. તે રામાયણ અને મહાભારતની તરફ આકર્ષિત છે અને અપરિચિત નામો બાદ પણ બંન્ને મહાગ્રંથોને વાંચી રહી છે.
તેણે કહ્યું, મને તેના મિથક અને કહાનીઓ અવિશ્વસનીય લાગે છે. તેના ભગવાન વિશે જાણવું પણ શાનદાર છે. મહાભારત અને રામાયણ વાંચવાનો અનુભવ કમાલનો છે. મહાભારતમાં પરિવારોના નામથી હું ગુંચવાઈ જાવ છું પરંતુ રામાયણમાં રામ અને સીતા વિશે વાંચવુ મને યાદ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે