Rajasthan Royalsમાં છે ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓની ભરમાર, જાણો IPLમાં તેમની સામે છે કેવા પડકાર

IPL 2022: રાજસ્થાન રોયલ્સ એક એવી ટીમ છે, જેની સાથે સૌ કોઈના દિલ જોડાયેલા છે. એક એવી ટીમ જેમાં મોટી સંખ્યામાં ભારતીય ખેલાડીઓ હોય છે. જે ટીમ યંગ ટેલેન્ટ્સને ચાન્સ આપે છે. પણ મોટેભાગે ટીમ માત્ર લોકોનું દિલ જ જીતે છે. ટીન ફિનિશિંગ લાઈન પાસે આવીને હારી જાય છે. ટીમ પાસે કાયમથી ભરોસાપાત્ર ખેલાડીઓ રહ્યા છે.

Rajasthan Royalsમાં છે ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓની ભરમાર, જાણો IPLમાં તેમની સામે છે કેવા પડકાર

નવી દિલ્લીઃ રાજસ્થાન રોયલ્સ એક એવી ટીમ છે, જેની સાથે સૌ કોઈના દિલ જોડાયેલા છે. એક એવી ટીમ જેમાં મોટી સંખ્યામાં ભારતીય ખેલાડીઓ હોય છે. જે ટીમ યંગ ટેલેન્ટ્સને ચાન્સ આપે છે. પણ મોટેભાગે ટીમ માત્ર લોકોનું દિલ જ જીતે છે. ટીન ફિનિશિંગ લાઈન પાસે આવીને હારી જાય છે. ટીમ પાસે કાયમથી ભરોસાપાત્ર ખેલાડીઓ રહ્યા છે. તેમ છતા ટીમ 2008ની આઈપીએલ સિવાય બીજી કોઈ સિઝન જીતી શકી ન હતી. ત્યારે, આ વખતે રાજસ્થાન રોયલ્સે ઑક્શનમાં સારા ખેલાડીઓ ખરીદ્યા છે અને ફેન્સ આ વખતે અલગ રિઝલ્ટની આશા રાખી રહ્યા છે.
આઈપીએલની શરૂઆતને હવે બસ ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. લીગને 15મી સિઝનની શરૂઆત આગામી 26 તારીખથી થશે. ત્યારે, આ વખતેની આઈપીએલમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. ફેબ્રુઆરીમાં થયેલા ઑક્શનમાં તમામ ટીમો પોતાના ગણીત મુજબ ખેલાડીઓની ખરીદી કરી હતી. અને રાજસ્થાન રોયલ્સની ટીમ પણ એવી જ રહી છે. આ એક એવી ટીમ છે જેના પર ટૂર્નામેન્ટ શરૂ થવા પહેલાં સૌ કોઈની નજર હોય છે, પણ સિઝન ખત્મ થતાં થતાં ટીમ ટ્રેક પરથી ઉતરી જાય છે. રાજસ્થાને પહેલી સિઝનમાં ટૂર્નામેન્ટ જીતી હતી પણ તે બાદ ટીમ એવું કરી શકી નહીં.
આ વખતે રાજસ્થાનનો પ્રયાસ નવી શરૂઆત કરવાનો હશે. ટીમે જ્યારે 2008માં આઈપીએલ જીતી હતી ત્યારે ટીમ અન્ડરડૉગ ગણાતી હતી. ત્યારબાદથી આ ટીમ ફાઈનલ સુધી પણ પહોંચી શકી નથી. જોકે, આ વખતે ટીમ મેગા ઑક્શન બાદ નવી શરૂઆત કરવાના પ્રયાસો કરશે. રાજસ્થાનની ફ્રેન્ચાઈઝીએ સંજુ સેમસન, જોસ બટલર અને યશસ્વી જયસ્વાલને ઓક્શન પહેલાંથી જ રિઝર્વ કર્યા હતા. અને સેમસનને ટીમની કમાન આપવામાં આવી છે.
હરાજીની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સે પ્રસિદ્ધ ક્રિષ્ણા માટે 10 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ક્રિષ્ના ગત સિઝન સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે હતો. આ સિવાય રાજસ્થાન રોયલ્સે શિમરોન હેટમાયર પર 8.50 કરોડનો ખર્ચ કર્યો હતો. ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ માટે 8 કરોડ રૂપિયા ખર્ચ્યા. તે જ સમયે, કર્ણાટકનો યુવા બેટ્સમેન દેવદત્ત પડિકલ ₹ 7.75 કરોડમાં ટીમનો ભાગ બન્યો છે. આ સાથે રાજસ્થાને યુઝવેન્દ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિનને પોતાના સ્પિન આક્રમણમાં સામેલ કર્યા છે. આ સાથે રાજસ્થાને નાથન કુલ્ટર-નાઈલને પણ બે કરોડ રૂપિયામાં સામેલ કર્યા છે. ટીમે રિયાન પરાગને ફરીથી ખરીદવા માટે 3.80 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
ટીમને બેટિંગ લાઈન અપ
ટીમમાં જોસ બટલર, સંજુ સેમસન, શિમરોન હેટમાયર અને રિયાન પરાગ જેવા ખેલાડીઓ છે. આ બધા વ્હાઈટ બોલ ક્રિકેટના અદ્ભુત ખેલાડીઓ છે. ઝડપી રન બનાવનાર અને ઇનિંગને સાચવી લેનાર આ ખેલાડીઓ છે. જોસ બટલર, ઇંગ્લેન્ડના મર્યાદિત ઓવરોના ફોર્મેટના વાઇસ-કેપ્ટન, સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તે કોઈપણ બોલિંગ આક્રમણને તેના બેટથી ખતમ કરી શકે છે. ફાસ્ટ બોલિંગ હોય કે સ્પિન, બટલર બધાની સામે ખતરનાક છે.
 
સેમસન વિશે વાત કરીએ તો, તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે શરૂઆતથી જ રાજસ્થાનની ટીમ સાથે છે. જ્યારે ટીમને સસ્પેન્ડ કરવામાં આવી ત્યારે તે બે સિઝન માટે રાજસ્થાનથી અલગ થઈ ગયો હતો. સેમસન પાસે તમામ સ્ટ્રોક્સ છે. તે ક્લાસિક બેટ્સમેન છે. જ્યારે તે લયમાં હોય છે, ત્યારે તે અદ્ભુત બેટિંગ કરે છે. સેમસનની સૌથી મોટી તાકાત ટાઈમિંગ છે. તે ગેપ્સ સારી રીતે શોધે છે અને પરંપરાગત શોટ રમે છે. ઘણી વખત તેણે પોતાની ટીમને પોતાના દમ પર જીત અપાવી છે.
બીજી તરફ, રાજસ્થાનના મિડલ ઓર્ડરને સંભાળવાની જવાબદારી શિમરોન હેટમાયર અને રિયાન પરાગ પર છે. વેસ્ટ ઈન્ડિઝનો હેટમાયર ડાબોડી બેટ્સમેન છે. જ્યારે તે ફોર્મમાં હોય છે ત્યારે તે લાંબા છક્કા મારવા માટે સક્ષમ છે. ટીમે ફરીથી પરાગ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેને ફિનિશર ગણવામાં આવે છે. ટીમ મેનેજમેન્ટને આસામના આ ખેલાડી પાસેથી આશા છે, જેના પગલે રાજસ્થાનની ફ્રેન્ચાઈઝીએ તેને ફરીથી હરાજીમાં ખરીદ્યો છે.ટીમમાં ગેમ ચેજિંગ ઓલરાઉન્ડરની કમી-
બધા જાણે છે કે ટી-20 ક્રિકેટમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે જરૂર પડે ત્યારે તે બોલ અથવા બેટથી રમતને ઉલટાવી શકે છે. પરંતુ આ મામલામાં રાજસ્થાન રોયલ્સ થોડી નબળી દેખાઈ રહી છે. રાજસ્થાન પાસે એવા બેટ્સમેન છે જે મોટા શોટ રમી શકે છે પરંતુ ટીમ પાસે સારા ઓલરાઉન્ડર નથી. એક ખેલાડી જે જરૂર પડ્યે માત્ર ઝડપી રન બનાવી શકતો નથી, પરંતુ જ્યારે વિકેટ પડી જાય ત્યારે સ્ટેન્ડ લઈ શકે છે. એવો બોલર પણ હોવો જોઈએ જે સમય આવે ત્યારે કેપ્ટન માટે રન-રેટ પર લગામ લગાવવાનું કામ કરી શકે અથવા વિકેટ પણ લઈ શકે.
ટીમમાં ઓલરાઉન્ડર તરીકે જિમી નીશમ છે. પરંતુ તે હજુ સુધી અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી. આઈપીએલમાં તે જેટલી ફ્રેન્ચાઈઝી સાથે રમ્યો છે  તે પ્રભાવિત કરી શક્યો નથી. નીશમ ડાબા હાથે બેટિંગ કરે છે અને જમણા હાથે ફાસ્ટ બોલિંગ કરે છે. તે મોટા શોટ રમી શકે છે પરંતુ તે નિયમિત રીતે સારું પ્રદર્શન કરી શક્યો નથી. જે રાજસ્થાન માટે મુશ્કેલી સર્જી શકે છે. તેની પાસે બેટ્સમેનોને પરેશાન કરવા માટે વધારે વેરિએશન નથી.
રિયાન પરાગ અને રવિચંદ્રન અશ્વિનને પણ ઓલરાઉન્ડરની શ્રેણીમાં સામેલ કરી શકાય છે. પરંતુ તેઓ T20 ક્રિકેટની જરૂરિયાતોને પૂર્ણ કરતા નથી. તેથી ટીમની નબળાઈ દેખાઈ રહી છે. જ્યાં ટીમને બેલેન્સ કરવા માટે ઓલરાઉન્ડરની જરૂર છે.ભારતીય ખેલાડીઓ માટે તક-
ટીમની કમાન 27 વર્ષીય સંજુ સેમસન સંભાળે છે. તેની ટીમના મુખ્ય ખેલાડીઓ ભારતીય છે. આઈપીએલમાં ભારતીય યુવા ખેલાડીઓને એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. રાજસ્થાનમાં યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલ જેવા યુવા પ્રતિભાશાળી ભારતીય ખેલાડીઓ પણ છે. આ બંને ડાબા હાથના ભારતીય બેટ્સમેનોએ ઇનિંગ્સની શરૂઆત કરવાની જવાબદારી લીધી છે.
આ સાથે ટીમ પાસે પ્રસિદ્ધ કૃષ્ણાના રૂપમાં યુવા ફાસ્ટ બોલર છે. કૃષ્ણા એક એવો ફાસ્ટ બોલર છે જે 150 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર બોલિંગ શકે છે. એવી ઘણી ઓછી ફ્રેન્ચાઈઝી છે જેમની પાસે આ ઝડપે બોલિંગ કરનારા ભારતીય બોલરો છે.જોખમ-
રાજસ્થાન રોયલ્સ પાસે ટ્રેન્ટ બોલ્ટ જેવો અનુભવી પેસર છે. જો કે, આ વિભાગમાં ટીમ પાસે ઓછા તીર જોવા મળે છે. આઈપીએલમાં બોલ્ટનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ન્યુઝીલેન્ડના આ ડાબોડી પેસરે મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્રભાવશાળી રમત બતાવી છે. જોકે, તેની સામે બીજા છેડે કોઈ બોલર દેખાતો નથી. ઓબેદ મેકકોયની જેમ કૃષ્ણા તે ભૂમિકા ભજવી શકે છે. પરંતુ આ બંને પાસે હજી એટલો અનુભવ નથી અને એકંદરે રાજસ્થાન માટે અહીં મુશ્કેલી આવી શકે છે. નવદીપ સૈની છેલ્લી કેટલીક આઈપીએલમાં મોંઘો સાબિત થયો છે અને કેટલીકવાર તેની નબળાઈ સ્પષ્ટપણે દેખાઈ છે. નાથન કુલ્ટર-નાઇલ પણ ટીમ સાથે છે. પરંતુ તેની ફિટનેસ અંગે શંકાઓ યથાવત છે. આવી સ્થિતિમાં બોલ્ટ પર મોટી જવાબદારી રહેશે.રાજસ્થાન રોયલ્સ ટીમ-
સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમાયર, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ, રિયાન પરાગ, કેસી કેરિપ્પા, નવદીપ સૈની, ઓબેદ મેકકોય, અનુનય સિંઘ, કે.સી. કરુણ નાયર, ધ્રુવ જુયાલ, તેજસ બરોકા, કુલદીપ યાદવ, શુભમ અગ્રવાલ, જેમ્સ નીશમ, નાથન કુલ્ટર-નાઈલ, રુસે વાન ડેર દુસાન, ડેરીલ મિશેલ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news