ઓસ્ટ્રેલિયાએ એશિઝ ટ્રોફીની ચોથી મેચમાં ઈંગ્લેન્ડને 185 રનોથી આપી હાર
ઓસ્ટ્રેલિયાએ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાઇ રહેલી એશીઝ સીરીઝની ચોથી ટેસ્ટ મેચના પાચમાં દિવસે અને અંતિમ દિવસ એટલે કે રવિવારે ઈંગ્લેન્ડને હરાવી દીધુ છે.
Trending Photos
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાએ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાઇ રહેલી એશીઝ સીરીઝની ચોથી ટેસ્ટ મેચના પાચમાં દિવસે અને અંતિમ દિવસ એટલે કે રવિવારે ઈંગ્લેન્ડને હરાવી દીધુ છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં આઠ વિકેટના નુકશાને 497 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી. જ્યારે ઈંગ્લેન્ડ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 301 રન બનાવીને ઓલઆઉટ થઇ હતી.
ઈંગ્લેન્ડ 301 રન કરતાની સાથે જ ઓસ્ટ્રેલિયાને 196 રનની લીડ મળી ગઇ હતી. ત્યારે એડીએસ ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગમાં 6 વિકેટના નુકશાને 186 રન બનાવી ઇનિંગ ડિક્લેર કરી હતી અને ઈંગ્લેન્ડની ટીમને જીત માટે 383 રનનો ટાર્ગેડ આપ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 91.3 ઓવરમાં 197 રન કરીને ઓલઆઉટ થઇ હતી.
ચટગાંવ ટેસ્ટઃ બાંગ્લાદેશ પર ઐતિહાસિક જીતથી ચાર ડગલા દૂર અફઘાનિસ્તાન
આ રીતે ઓસ્ટ્રેલિયાએ 185 રન કરીને ચોથા ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી. આ જીત બાદ ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની સીરીઝમાં 2-1થી આગળ ચાલી રહી છે. સીરીઝની બીજી મેચ ડ્રો થઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સે બીજી ઇનિંગ્સમાં ચાર, તથા નાથન લિયોને અને જોશ હેઝલવુડે 2-2 જ્યારે મિશેલ સ્ટાર્ક અને માર્નસે 1-1 વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે