B'day Special: વિચિત્ર સંયોગથી બન્યા હતા ટીમ ઇન્ડિયાના પહેલા કપ્તાન
બુધવારે દેશ તેમને પહેલા ટેસ્ટ કેપ્તાન સીકે નાયડૂને યાદ કરી રહ્યું છે. પદ્મશ્રીથી સન્માનિત થનાર પહેલા ક્રિકેટર સીકે નાયડુએ માત્ર 7 ટેસ્ટ રમ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: આજે ટીમ ઇન્ડિયા ટોચ પર હોય પરંતુ શરૂઆતના દિવસોમાં ટેસ્ટ મેચ રમવી ટીમ ઇન્ડિયા માટે ઘણું સંધર્ષ ભર્યું હતું. બુધવારે દેશ તેમને પહેલા ટેસ્ટ કેપ્તાન સીકે નાયડૂને યાદ કરી રહ્યું છે. પદ્મશ્રીથી સન્માનિત થનાર પહેલા ક્રિકેટર સીકે નાયડુએ માત્ર 7 ટેસ્ટ રમ્યા હતા. નાયડૂને સૌથી વધારે આ વાત માટે યાદ કરવામાં આવે છે કે નાયડૂ પહેલા ક્રિકેટર હતા જેમણે ઘણા અંડોર્સમેન્ટ હાંસલ કર્યા હતા. તેમને પહેલી ટેસ્ટમાં કપ્તાની પણ કંઇક વિચિત્ર સંયોગથી મળી હતી.
31 ઓક્ટોબર 1895માં મહારાષ્ટ્રના નાગપુરમાં તેમનો જન્મ થયો હતો. રમતમાં આજના સમયમાં જ્યાં 30ની ઉંમર પાર કરતા જ ખેલાડીના રિટાયરમેન્ટની વાત થવા લાગે છે, ત્યારે એક સમય કર્નલ સીકે નાયડૂ જેવા ખેલાડીને પણ હતો. ટીમ ઇન્ડિયાને કરોડો ફેન્સમાંથી ઘણા ભલે તેમના વિશે વધારે ન જાણતા હોય, પરંતુ કર્નલ સીકે નાયડૂ જ તે શખ્સ છે, જેમણે ટીમ ઇન્ડિયાના પહેલા કેપ્તાન થવાનો ગૌરવ પ્રાપ્ત છે. એટલે કે જે વિરાસત આજે ધોની અને વિરાટ સંભાળી રહ્યા છે, તેનો પાયો કર્નલ સીકે નાયડૂએ જ મુક્યો હતો.
આ રીતે મળી હતી કેપ્તાની નાયડૂને
1932માં ટીમ ઇન્ડિયાના ઇંગ્લેન્ડના પ્રવાસ પર તેમની પ્રથમ ટેસ્ટ રમાવા જઇ રહ્યા હતા. તેના માટે ખર્ચો બીજુ કોઇ નહીં, પરંતુ તે સમય ભારતના શાહી રિયાસતના સદસ્ય જ ઉઠાવી શકતા હતા. એટલા માટે કપ્તાન તેમાંથી જ એક બની શકતા હતા અને બન્યા પણ હતા. વિજાનગરમના મહારાજકુમાર જે વિજીના નામથી જાણીતા હતા, આ ટીમને જાહેરાત કેપ્તાન હતા. તેમના પછી પટિયાલાના મહારાજાનો નંબર હતો,, પરંતુ બન્ને ઇંગ્લેન્ડ જવાની સ્થિતિમાં હતા નહીં. તો કેપ્તાની પોરબંદરના મહારાજાને મળી જે ઇંગ્લેનડ ગયા હતા. પોરબંદરના મહારાજાએ તેમની ક્રિકેટીય સીમાઓને જોઇ સીકે નાયડૂને કેપ્તાની સોંપી હતી. આ પ્રકારે નાયડૂ ટીમ ઇન્ડિયાના કેપ્તાન બન્યા હતા.
બેટ્સમેનની સાથે જ ઝડપી બોલિંગ પણ કરતા હતા નાયડૂ
ઉલ્લેખનીય વાત એ છે કે, જે ઉંમરમાં ખેલાડીઓ રિટાયરમેન્ટ લઇ રહ્યા છે, તે ઉંમરમાં કર્નલને ટેસ્ટ ટીમના કેપ્તાન બન્યા હતા. ઇંગ્લેન્ડની સામે જૂન 1932માં જ્યાં તેમને તેમની પહેલી ટેસ્ટ મેચ રમ્યા હતા. ત્યારે તેમની ઉંમર 37 વર્ષ થઇ ચુક્યા હતા. તેમણે ભારત તરફથી ચાર વર્ષમાં કુલ 7 ટેસ્ટ મેચ રમ્યા હતા. તે ઉપરાંત તેમણે તેમના જીવનમાં કુલ 207 ફાસ્ટ ક્લાસ મેચ રમ્યા હતા. કર્નલ સીકે નાયડૂએ તેમની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ 67 વર્ષની ઉંમરમાં રમ્યા હતા. 7 ટેસ્ટ મેચમાં તેમણે બે અર્ધસદીની મદદથી 350 રન બનાવ્યા હતા. નાયડૂ ફાસ્ટ બોલિંગ પણ કરતા હતા. તેમણે ભારતની તરફથી 7 મેચમાં 9 વિકેટ લીધી હતી.
બાળકો ક્લાસ છોડી દેતા હતા તેમની બેટિંગ જોવા માટે
સીકે નાયડૂની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર ભલે વધારે ના ચાલ્યું હોય, પરંતુ તેમણે ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેમને રમતમાં ઘણી લોકપ્રિયતા હાંસલ કરી હતી. 1926-27માં તેમણે મુંબઇમાં 187 બોલ પર 153 રનની ઇંનિંગ રમ્યા હતા. આ ઇંનિગ્સમાં તેમણે 11 સિક્સ લગાવ્યા હતા. તેમાંથી એક સિક્સમાં બોલ જિમખાનાની છત પર જઇ પડ્યો હતો. આ મેચ પછી તેમને ચાંદીનું બેટ ભેટમાં આપવામાં આવ્યું હતું. એક ક્રિકેટ રાઇટર ડિકી રોનેગરે લખ્યું હતું કે, તે એક સમય હતો જ્યારે સીકે જિમખાનામાં બેટિંગ કરવા ઉતરતા હતા, ત્યારે બાળકો ક્લાસ છોડી દેતા હતા. બિઝનેસમેન તેમની ટ્રેડિંગ રોકી દેતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે