DC vs KXIP: દિલ્હી સામે હાર બાદ કેપ્ટન અશ્વિને ટીમને આપ્યો આ સંદેશ
ક્રિસ ગેલની 37 બોલમાં 69 રનની ઈનિંગ છતાં પંજાબની ટીમ સાત વિકેટના નુકસાન પર 163 રન બનાવી શકી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ હાર બાદ કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, તતેની ટીમને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2019)ના બાકી રહેલા મેચોમાં જીતની લય પકડવી પડશે.
પંજાબને શનિવારે અહીં ફોરિઝશાહ કોટલા મેદાન પર રમાયેલા મેચમાં દિલ્હીએ પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. મેચ બાદ અશ્વિને કહ્યું, આ ટૂર્નામેન્ટ એક સાથે જીત નોંધાવવા વિશે છે અને હવે અમારે લય પકડવી પડશે.
ક્રિસ ગેલની 37 બોલમાં 69 રનની ઈનિંગ છતાં પંજાબની ટીમ સાત વિકેટના નુકસાન પર 163 રન બનાવી શકી હતી. કેપ્ટનને માન્યું કે, ઝાકળને કારણે તેની ટીમ યોગ્ય રન બનાવી શકી નહીં.
અશ્વિને કહ્યું, 'સ્પિન બોલરો માટે બોલને પડકવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું.' ગેલની દમદાર ઈનિંગ છતાં અમે વચ્ચેની ઓવરોમાં ઘણી વિકેટ ગુમાવી દીધી હતી. પંજાબની ટીમ આ હાર બાદ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે.
કોચ બોલ્યા- હજુ બાજી હાથમાંથી નિકળી નથી
દિલ્હી કેપિટલ્સ સામે મળેલી હાર છતાં કિંગ્સ ઈલેવન પંજાબના કોચ માઇક હેસને કહ્યું કે, આઈપીએલ પ્લેઓફમાં જગ્યા બનાવવાને લઈને બાજી હજુ તેની ટીમના હાથમાંથી નિકળી નથી. હેસને કહ્યું, અમે સારૂ ક્રિકેટ રમ્યા અને માત્ર એક મેચમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચે કહ્યું, હજુ પણ અમારૂ ભાગ્ય અમારી સાથે છે. સારૂ રમવા પર અમે પ્લેઓફમાં જગ્યા બનાવી શકીએ છીએ. ટીમના અત્યાર સુધીના પ્રદર્શનથી સંતુષ્ટ છું.
તેમણે કહ્યું, ઝાકળને કારણે પણ મુશ્કેલી થઈ હતી. શિખર અને શ્રેયસે જે રીતે બેટિંગ કરી અને જોખમ લીધા વિના ટીમને જીત સુધી લઈ ગયા, તે શુભેચ્છાને પાત્ર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે