કોંગ્રેસ માટે પોલીસ પણ સરકારની એજન્ટ બનીને કામ કરી રહી છે: ગીતા પટેલ

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલે સ્થાનિક PI પર આરોપ લગાવ્યા હતા. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલે કહ્યું કે, સભામાં ઉપસ્થિત લોકોએ હુમલાખોર વિશે જણાવ્યું છતાં પણ પોલીસ દ્વારા કોઇ પણ પગલા લેવામાં આવ્યા નથી. વધુમાં પોલીસ પર આરોપ લગાવાતા તેમણે કહ્યું કે, PI ઝાલા ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે.
 

કોંગ્રેસ માટે પોલીસ પણ સરકારની એજન્ટ બનીને કામ કરી રહી છે: ગીતા પટેલ

અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલે સ્થાનિક PI પર આરોપ લગાવ્યા હતા. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલે કહ્યું કે, સભામાં ઉપસ્થિત લોકોએ હુમલાખોર વિશે જણાવ્યું છતાં પણ પોલીસ દ્વારા કોઇ પણ પગલા લેવામાં આવ્યા નથી. વધુમાં પોલીસ પર આરોપ લગાવાતા તેમણે કહ્યું કે, PI ઝાલા ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે.
 
નિકોલમાં અમદાવાદમાં કોંગ્રેસ પૂર્વના ઉમેદવાર ગીતા પટેલની સભામાં થયેલા હોબાળા બાદ ગીતા પટેલે ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરી છે. ગીતા પટેલના આક્ષેપ અનુસાર, પાંચ જેટલા અજાણ્યા શખ્સ ગાડીમાં ધોકા લઈને આવ્યા હતા. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી છતાં પોલીસે સ્થિતિ બગડે તેની રાહ જોઈ રહ્યા હતા.

PMની સભામાં કાળા દુપટ્ટા પહેરીને આવાનાર મહિલાઓને પણ બહાર કાઢવામાં આવે છે. તો કોંગ્રેસ માટે પોલીસ પણ સરકારની એજન્ટ બનીને કામ કરી રહી છે. જે પાંચ લોકોની અટકાયત કરવામાં આવી તે પૈકી એક વ્યક્તિ ત્રણ મર્ડરનો આરોપી છે. આ વ્યક્તિએ સભામાં હત્યા કરી હોત તો જવાબદાર કોણ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news