French open: ચેક ગણરાજ્યની વોંડરૂસોવા અને ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી પ્રથમ વખત ફાઇનલમાં
આ બંન્ને મહિલા ખેલાડી વચ્ચે ફ્રેન્ચ ઓપનની ફાઇનલ શનિવારે રમાશે.
Trending Photos
પેરિસઃ ચેક ગણરાજ્યની માર્કેટા વોંડરૂસોવા અને ઓસ્ટ્રેલિયાની એસ્લે બાર્ટી ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે. બંન્ને પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમના ફાઇનલમાં પહોંચી છે. 19 વર્ષની બોંડરૂસોવાએ સેમીફાઇનલમાં બ્રિટનની જોહન્ના કોન્ટાને 7-5, 7-6 (7/2)થી પરાજય આપ્યો હતો. તો બાર્ટીએ અમેરિકાની 17 વર્ષની અમાન્ડા અનિસિમોવાને 6-7(4), 6-3, 6-3થી હરાવી હતી.
ગ્રાન્ડસ્લેમમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી વોંડરૂસોવા
વોંડરૂસોવા પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમની સેમીફાઇનલમાં પહોંચી હતી. આ પહેલા તે ઓસ્ટ્રેલિયન ઓપન (2018 અને 2019)માં બીજા રાઉન્ડ, વિમ્બલ્ડન (2017 અને 2018)માં પ્રથમ રાઉન્ડર અને યૂએસ ઓપન (2018)માં ચોથા રાઉન્ડ સુધી પહોંચી હતી.
બીજીતરફ બાર્ટી આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. તે તેનું ગ્રાન્ડસ્લેમમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. વિમ્બલ્ડન (2018)માં ત્રીજા રાઉન્ડ સુધી પહોંચવુ તેનું સૌથી સારૂ પ્રદર્શન રહ્યું હતું. તે યૂએસ ઓપન (2018)માં ચોથા રાઉન્ડ સુધી પહોંચી હતી.
અનિસિમોવાનો જન્મ 2001માં થયો હતો. તે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનના ચોથા રાઉન્ડમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. યૂએસ ઓપન (2019)માં પ્રથમ રાઉન્ડ સુધી પહોંચવું તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. તેને આ વખતે ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર 3 રોમાનિયાની સિમોના હાલેપને હરાવી હતી.
બ્રિટનની 28 વર્ષની કોન્ટા પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી રમતી હતી. તેણે 2012માં બ્રિટનની નાગરિકતા હાસિલ કરી. તે ઓસ્ટ્રેલિયન ઓપન (2016) અને વિમ્બલ્ડન (2017)ના સેમીફાઇનલમાં હારી ગઈ હતી. અમેરિકી ઓપનમાં તે અત્યાર સુધી સેમીફાઇનલમાં પહોંચી શકી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે