Hardik pandya એ કેપ્ટન રોહિત શર્માને ગાળો ભાંડી? જાણો Viral થઈ રહેલા Video નું સત્ય

સોશિયલ મીડિયા પર હાલ હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કઈક કહેતા જોવા મળે છે. ટ્વિટર પર ફેન્સ એવો દાવો કરે છે કે હાર્દિક પંડ્યા આ વીડિયોમાં રોહિત શર્માને ગાળ બોલી રહ્યા છે. આવો જાણીએ વીડિયોની શું છે હકીકત...

Hardik pandya એ કેપ્ટન રોહિત શર્માને ગાળો ભાંડી? જાણો Viral થઈ રહેલા Video નું સત્ય

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેમના આક્રમક અંદાજ માટે જાણીતા છે. તેઓ મેદાન પર સ્ફૂર્તિ માટે પણ એટલા જ ફેમસ છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી. હવે સોશિયલ મીડિયા પર હાલ હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કઈક કહેતા જોવા મળે છે. ટ્વિટર પર ફેન્સ એવો દાવો કરે છે કે હાર્દિક પંડ્યા આ વીડિયોમાં રોહિત શર્માને ગાળ બોલી રહ્યા છે. આવો જાણીએ વીડિયોની શું છે હકીકત...

આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ
ભારતે બીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રનથી હરાવ્યું હતું. આ મેચ બાદ હાર્દિક પંડ્યાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અવાજ અને ગાળો બરાબર સંભળાતી નથી પરંતુ ફેન્સનો એવો દાવો છે કે વીડિયોમાં અવાજ હાર્દિક પંડ્યાનો છે. વીડિયો ફક્ત 10થી 15 સેકન્ડનો છે. ટ્વિટર પર (#HardikAbusedRohit, #HardikPandya) હેશટેગ પણ ચાલી રહ્યા છે. હાર્દિક પંડ્યાને ફેન્સે ઘમંડી પણ ગણાવ્યા છે. આ વીડિયોમાં ફિલ્ડિંગને લઈને વાત થઈ રહી છે. 

— Yashvi (@BreatheKohli) July 10, 2022

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આઈપીએલ 2022માં સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. તેમની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2022નો ખિતાબ જીત્યો. આયરલેન્ડના પ્રવાસે પણ તેમણે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી. હાર્દિક બોલ અને બેટથી કમાલ દેખાડવામાં એક્સપર્ટ છે પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી બે ટી20 મેચમાં તે કોઈ ચમત્કાર કરી શક્યા નહીં. 

— Sai Krishna🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 (@SaiKingkohli) July 10, 2022

અત્રે જણાવવાનું કે ભારતીય ટીમે ધમાકેદાર અંદાજમાં સિરીઝ જીતી લીધી. ભારતે પહેલી મેચ 50 રનથી જીતી અને બીજી ટી20 મેચ 49 રનથી જીતી. પરંતુ ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ 17 રનથી હારનો સામનો કરવો પડ્યો. ટી20 સિરીઝમાં ભારતના  બોલર્સ અને બેટ્સમેને કમાલ કરી દેખાડ્યો. આ સિરીઝમાં ટી20 વર્લ્ડ કપમાં કેવી ટીમ રમશે તેની ઝલક પણ જોવા મળી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news