આઈસીસી બેઠકઃ ટી20 વિશ્વકપ પર આવી શકે છે મોટો નિર્ણય


બુધવારે આઈસીસીની યોજનારી બેઠકમાં ટી20 વિશ્વકપ પર મોટો નિર્ણય આવે તેવી આશા છે. કોરોના વાયરસ મહામારીને કારણે અટકળો લગાવવામાં આવી રહી છે કે આ વખતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વિશ્વકપ સ્થગિત થઈ શકે છે. 

આઈસીસી બેઠકઃ ટી20 વિશ્વકપ પર આવી શકે છે મોટો નિર્ણય

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ  (ICC)ની બુધવારે યોજાનારી સભ્ય બોર્ડની બેઠકમાં ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનાર ટી20 વિશ્વકપ (ICC Meeting on T20 World Cup)ના ભવિષ્યને લઈને અટકળો દૂર થવાની આશા છે. આ બેઠકમાં આગામી ચેરમેન માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ કરવાની પણ જાહેરાત થઈ શકે છે. 

બોર્ડના સભ્યો આ સમયે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વિશ્વકપને લઈને કોઈ મજબૂત નિર્ણય કરી શકે છે, જેના પર કોવિડ-19  (Covid 19)ની મહામારીને કારણે સંકટના વાદળો છવાયેલા છે. તેવામાં શું ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આગ્રહ પર 2021ની જગ્યાએ 2022માં યજમાની કરવા પર સહમત થઈ જશે. 

આ સવાલના જવાબમાં બીસીસીઆઈ કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે કહ્યુ, પહેલા આઈસીસીને જાહેરાત કરવા દો તેનો આ વર્ષે ટી20 વિશ્વકપને લઈને શું ઈરાદો છે. આ વર્ષે ટૂર્નામેન્ટને લઈને હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. 

આઈસીસી બોર્ડની જાણકારી રાખનાર એક વરિષ્ઠ અધિકારીએ ગોપનીયતાની શરત પર તકર્યુ, ભારત અથવા તો પૂર્વ નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર 2021ની ટૂર્નામેન્ટની યજમાની કરશે અને ઓસ્ટ્રેલિયામાં 2022માં તેનું આયોજન થશે અથવા તેનાથી ઉલટુ પણ થઈ શકે છે. કોઈપણ સ્થિતિમાં આ નિર્ણય દ્વિપક્ષીય સિરીઝને ધ્યાનમાં રાખીને કરવો પડશે. 

એક અન્ય પાસું પ્રસારક સ્ટાર ઈન્ડિયા છે, જેણે આઈપીએલ અને આઈસીસી સ્પર્ધામાં રોકાણ કર્યું છે. અધિકારીએ કહ્યુ, સ્ટાર પણ હિતધારક છે. તેનો અભિપ્રાય પણ મહત્વ રાખશે. તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો ટી20 વિશ્વકપ સ્થગિત અથવા રદ્દ કરવામાં આવે છે તો ઓક્ટોબર-નવેમ્બરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન થઈ શકે છે. 

જો 2021માં ન રમાઇ તો રદ્દ થશે ઓલિમ્પિક ગેમ્સઃ સીનિયર આઈઓસી અધિકારી 

એક અન્ય મહત્વપૂર્ણ પાસું તે હશે કે શું આઈસીસીના વર્તમાન ચેરમેન શશાંક મનોહર અને બોર્ડ તેમના ઉત્તરાધિકારી માટે ઉમેદવારીની પ્રક્રિયાની ઔપચારિક જાહેરાત કરસે. આ પદ માટે ઘણા દાવેદાર છે. એક મહિના પહેલા સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના કોલિન ગ્રેવ્સ સર્વસંમત પસંદ લાગી રહ્યા હતા અને હજુ પણ તે મુખ્ય દાવેદાર છે પરંતુ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અહસાન મનિનું નામ પણ આ પદ માટે ઉછળ્યા છે, જેથી મામલો રસપ્રદ બની ગયો છે. 

બીસીસીઆઈએ પરંતુ હજુ સુધી ગાંગુલીને ઉમેદવાર બનાવવાનો ઔપચારિક નિર્ણય લીધો નથી. ધૂમલે કહ્યુ, ઉતાવળ શું છે. તે પહેલા ચૂંટણી પ્રક્રિયા જાહેર કરે. તેની સમયમર્યાદા હશે. અમે ચોક્કસ સમયે નિર્ણય કરીશું. એક અન્ય મામલો ભારતમાં 2021માં યોજાનારા ટી20 વિશ્વકપ માટે ટેક્સમાં છૂટ સાથે જોડાયેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news