World Cup 2019: ભારત VS ન્યૂઝીલેન્ડની મેચ પર વરસાદનો ખતરો
હવામાનના પૂર્વાનુમાન પ્રમાણે ગુરૂવારે બપોર બાદ વરસાદની સંભાવના ઓછી છે અને તેવામાં ઓછી ઓવરોની મેચ રમાઇ શકે છે.
Trending Photos
નોટિંઘમઃ આઈસીસી વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ ગુરૂવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટ્રેન્ટ બ્રિઝમાં ટકરાશે. આ મેચમાં વરસાદ વિઘ્ન પાડી શકે છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે ગુરૂવારે બપોર બાદ વરસાદની સંભાવના ઓછી છે અને તેવામાં ઓછી ઓવરોની મેચ રમાઇ શકે છે.
ઈંગ્લેન્ડમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને સ્થાનિક હવામાન વિભાગે લોકો માટે એક ચેતવણી જાહેર કરી છે. સ્થાનિક વેબસાઇટ 'નોટિંઘમપોસ્ટ'ના અહેવાલ પ્રમાણે, 'આ સપ્તાહના મોટા ભાગના સમય માટે નોટિંઘમ ક્ષેત્રમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.' નોટિંઘમના સ્થાનિક હવામાન પૂર્વાનુમાન પ્રમાણે બુધવારે સાંજે સાત કલાક સુધી ભારે વરસાદની આગાહી છે. વેબસાઇટ પ્રમાણે, 'ગુરૂવારે બપોર સુધી હળવો વરસાદ થઈ શકે છે. આ દરમિયાન વધુમાં વધુ તાપમાન 13 અને ઓછામાં ઓછું તાપમાન 10થી 11 ડિગ્રી રહેવાની સંભાવના છે.'
મહત્વનું છે કે વેસ્ટ ઈન્ડિઝ અને આફ્રિકા વચ્ચે સોમવારે નોટિંઘમમાં રમાનારી વિશ્વકપની લીગ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જેથી બંન્ને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો. વરસાદને કારણે માત્ર 7.3 ઓવરની રમત શક્ય બની હતી. જેમાં આફ્રિકાએ 2 વિકેટ ગુમાવી 29 રન બનાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે