IND vs BAN : ફ્લાઈંગ રોહિત, કોહલીના હાથમાંથી ઝુંટવી લીધો કેચ, જુઓ VIDEO...

યજમાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારે રમાઈ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બાંગ્લાદેશની ટીમ લંચ સુધી 85 રનમાં 7 વિકેટ ગુમાવી ચુકી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 
 

IND vs BAN : ફ્લાઈંગ રોહિત, કોહલીના હાથમાંથી ઝુંટવી લીધો કેચ, જુઓ VIDEO...

નવી દિલ્હીઃ યજમાન ભારત અને બાંગ્લાદેસ વચ્ચે બહુપ્રતીક્ષિત ડે-નાઈટ ટેસ્ટ મેચ શુક્રવારે શરૂ થઈ છે. આશા પ્રમાણે ભારતીય બોલરોએ પિન્ક બોલનો ફાયદો ઉઠાવ્યો છે. તેમણે પ્રારંભિક કલાકમાં જ ચાર વિકેટ ઝડપીને બાંગ્લાદેશની ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. ભારતીય ટીમે મહેમાન ટીમના ચાર ખેલાડીને માત્ર 26 રનમાં જ પેવેલિયન ભેગા કરી દીધા હતા. આ પ્રદર્શનમાં બોલરોની સાથે-સાથે રોહિત શર્માનું પમ મહત્વુનું યોગદાન રહ્યું છે, જેણે સુપરમેન જેવી છલાંગ લગાવીને એક હાથે સુંદર કેચ ઝડપ્યો હતો. 

યજમાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારે રમાઈ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બાંગ્લાદેશની ટીમ લંચ સુધી 85 રનમાં 7 વિકેટ ગુમાવી ચુકી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 

સુપરમેન રોહિત 
બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકને આમ તો ઉમેશ યાદવે આઉટ કર્યો હતો, પરંતુ તેમાં રોહિત શર્માનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. ઉમેશનો એંગલ બનાવતો બોલ મોમિનુલ હક પાસે આવ્યો. આ એવી લાઈન હતી જેના પર નિર્ણય લેવો મુશ્કેલ હોય છે કે આ બોલને રમવો કે ન રમવો. મોમિનુલ હક હજુ કંઈ વિચારે એ પહેલા જ બોલ બેટની ધાર પર અડ્યો અને સીધો જ સ્લીપમાં પહોંચ્યો.

— Iampavy.sandhu (@IampavyS) November 22, 2019

પ્રથમ સ્લીપમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઊભો હતો. તે કેચ લેવા માટે પોતાની પોઝિશન બનાવતો હતો ત્યાં જ બીજી સ્લીપમાં ઉભેલા રોહિત શર્માએ સુપરમેન જેવી છલાંગ લગાવી અને બોલ વિરાટના હાથમાં પહોંચે એ પહેલા જ એક હાથે ઝડપી લીધો. રોહીતે જ્યારે આ કેચ પકડ્યો ત્યારે તેનું સંપૂર્ણ શરીર હવામાં હતું. 

virat

31 વર્ષના રોહિત શર્માનો ટેસ્ટ કારકિર્દીમાં આ 31મો કેચ હતો. સંયોગવશાત આ તેની 32મી ટેસ્ટ છે. ઉમેશ યાદવની આ 45મી ટેસ્ટ અને 135મી વિકેટ હતી. બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હક ટેસ્ટ મેચમાં 7મી વખત ખાતું ખોલ્યા વગર આઉટ થયો છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news