શતરંજઃ ભારતીય ગ્રાન્ડમાસ્ટર કોનેરૂ હમ્પી મહિલા વર્લ્ડ રેપિડ ચેમ્પિયન બની

32 વર્ષની કોનેરૂ હમ્પીએ ટાઇટલ જીત્યા બાદ કહ્યું કે, જ્યારે તેણે ત્રીજા દિવસે પોતાની પ્રથમ ગેમ શરૂ કરી તો વિચાર્યું નહતું કે ટોપ પર રહેશે. તે ટોપ-3મા રહેવાની આશા કરી રહી હતી. 
 

શતરંજઃ ભારતીય ગ્રાન્ડમાસ્ટર કોનેરૂ હમ્પી મહિલા વર્લ્ડ રેપિડ ચેમ્પિયન બની

નવી દિલ્હીઃ ભારતની કોનેરૂ હમ્પીએ (humpy koneru) રૂસના મોસ્કોમાં ચાલી રહેલી મહિલા વર્લ્ડ રેપિડ શતરંજ ચેમ્પિયનશિપમાં (women world rapid chess champion) ચીનની લેઈ ટિન્ગજીને ટાઈબ્રેકરની સિરીઝ (આર્મેગેડોન મુકાબલા)માં હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું છે. હમ્પી વિશ્વ મહિલા રેપિડ ચેમ્પિયન બની તો નોર્વેના મેગ્નસ કાર્લસને શનિવારે થોડી મિનિટોમાં પુરૂષોનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. 

હમ્પીએ ફિડને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, 'જ્યારે મેં ત્રીજા દિવસે પોતાની ગેમ શરૂ કરી તો વિચાર્યું ન હતું કે ટોચ પર પહોંચીશ. હું ટોપ-3માં રહેવાની આશા કરી રહી હતી. મેં ટાઈ-બ્રેક ગેમ રમવાની આશા ન કરી હતી.'

તેણે કહ્યું, 'મેં પહેલી ગેમ ગુમાવી દીધી પરંતુ બીજી ગેમમાં વાપસી કરી હતી. આ ગેમ ખુબ મુશ્કેલ ભરી રહી પરંતુ મેં તેમાં જીત હાસિલ કરી હતી. અંતિમ ગેમમાં હું સારી સ્થિતિમાં હતી અને પછી મેં આસાન જીત મેળવી હતી.'

— International Chess Federation (@FIDE_chess) December 28, 2019

32 વર્ષની હમ્પીએ 12 રાઉન્ડમાં પ્રત્યેકમાં 9 પોઈન્ટ મેળવ્યા જેથી તે ટિન્ગજીની સાથે બરાબરી પર હતી. બંન્ને વચ્ચે પછી આર્મેગેડોન ગેમથી વિજેતાનો નિર્ણય થયો હતો. હમ્પીએ પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ વાપસી કરી અને પછી નિર્ણાયક ગેમમાં ટાઇટલ પોતાના નામે કર્યું હતું. 

દિગ્ગજ ભારતીય શતરંજ ખેલાડી અને પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે તેને શુભેચ્છા આપી છે. આનંદે ટ્વીટર પર લખ્યું, 'કોનેરૂને શુભેચ્છા.' શાનદાર પ્રદર્શન અને રેપિડમાં વર્લ્ડ ચેમ્પિયન. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news