એશિયન ગેમ્સ 2018: શૂટર સંજીવ રાજપુતે જીત્યો સિલ્વર મેડલ
ભારતીય નિશાનેબાજ સંજીવ રાજપુતે મંગળવારે(21 ઓગસ્ટ) 18મી એશિયન ગેમ્સમાં પુરૂષોની 50 મીટર રાયફલ-3 પોઝીશન સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યું છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય નિસાનેબાજ સંજીવ રાજપૂતે 18મી એશિયન ગેમ્સમાં પુરૂષોની 50 મીટર રાયફલ-3 પોઝીશનમાં આજે (21 ઓગસ્ટ) સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. રાજપૂત 452.7 અંક સાથે બીજા સ્થાન પર રહ્યો જ્યારે ગોલ્ડ મેડલ જીતનાર ચીનનો હુઇ જિશેંગે 453.3 અંક બનાવ્યા છે. જાપાનના માસુમોતો તાકાયુકિને 441.4 અંક સાથે બ્રોંન્ઝ મેડલ હાંસલ કર્યો છે. રાજપૂતે નીલિંગ અને પ્રોન પોઝિશન્સમાં સારૂ પ્રદર્શન આપ્યું હતું પરંતુ સ્ટેડિંગ પોઝિશન્સમાં તેનું ખરાબ પ્રદર્શનના કારણે ગોલ્ડ મેડલ સુધી પહોંચી શક્યો ન હતો. તેણે નીલિંગ પોઝિશનની ત્રીજી સીરીઝમાં 7.8 સ્કોર કર્યો પરંતુ બાદમાં તેના રમતમાં સુધારો લાવી 151.2 અંક સાથે પહેલા સ્થાન પર રહ્યો.
પ્રોનમાં પણ તેનું શાનદાર પ્રદર્શન દેખાડ્યું અને એક પછી એક 10 ચોક્કસ નિશાના લગાવ્યા હતા. 30 શોટ પછી તેનો સ્કોર 307.1 હતો. સ્ટેન્ડિંગ પોઝિશનમાં રાજપૂત પહેલી સીરીઝ પછી 355.6 અંક સાથે શિર્ષ પર હતા પરંતુ જિશેંગ તેમના રમતનું સ્તર વધાર્યું અને રાજપૂત પાછડ થઇ ગયો હતો. રાજપૂતના કોમનવેલ્થ ગેમ્સમાં 50 મીટર રાયફલ-3 પોઝિશન્સમાં સિલ્વર મેડલ જીત્યા હતા.
Our #TOPSAthlete @sanjeevrajput1 wins a silver for #India in men's 50m rifle 3 positions event.
He has now won medals in four consecutive Asian Games.
It's amazing to see our shooters perform incredibly well!#AsianGames2018 #IndiaAtAsianGames #Shooting @OfficialNRAI 🇮🇳🥈 pic.twitter.com/NTbRVlZr78
— SAIMedia (@Media_SAI) August 21, 2018
તમને જણાવી દઇએ કે ભારતીય નિશાનેબાજ ઇન્ચિયોન-2014માં વધારે કઇ ખાસ કરી શક્યો ન હતો. દેશના ભાગે આ ગેમ્સમાં નિશાનબાજીમાં કુલ 9 મેડલ્સ મળ્યા છે. જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ છે. એકમાત્ર ગોલ્ડ જીતૂ રાયે 50 મીટર પિસ્તલ સ્પર્ધામાં જીત્યો હતો. પરંતુ આ વખતે જીતૂ ટીમનો ભાગ બની શક્યા નથી. ત્યારે પુરૂષોની 25 મીટર પિસ્ટલ ટીમમાં સિલ્વર જીત્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે