ભારત અને વિન્ડિઝ વચ્ચેની ટી-20 સીરીઝમાં રોહિત શર્મા પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવાની તક

છેલ્લા 16 દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો આવી રહ્યો છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલમાં 20 પૈસાનો ઘટાડો આવવાથી પેટ્રોલના ભાવ 80 રૂપિયાની નીચે આવી ગયા હતા.

ભારત અને વિન્ડિઝ વચ્ચેની ટી-20 સીરીઝમાં રોહિત શર્મા પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવાની તક

નવી દિલ્હી: ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ અને વનડે બાદ ટી-20 સીરીઝ શરૂ થવા જઇ રહી છે. બંન્ને ટીમો વચ્ચે ત્રણ ટી-20 મેચની સીરીઝ થવાની છે. પહેલી ટી-20 મેચ રવિવારે રમાવાની છે. ત્રણ મેચોની આ સીરીઝમાં રોહિત શર્મા પાસે ટી-20 ફોર્મેટમાં સૌથી વધારે રન અને સૌથી વધારે સિક્સ મારવાનો રોકોર્ડ બનાવાની તક છે. આ સીરીઝમાં રોહિત ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હશે. અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. મહત્વનું છે, કે ભારતીય ટીમ આ સીરીઝ બાદ ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર જવાની છે. 

રોહિત શર્મા તોડી શકે છે માર્ટિન ગુપ્ટિલનો રેકોર્ડ 
ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન 2271 બનાવવાનો રેકોર્ડ ન્યૂઝિલેન્ડના માર્ટિન ગુપ્ટિલના નામે રહેલો છે. રોહિત શર્મા 2086 રનન બનાવીને ટી-20 ફોર્મેટમાં પાંચમાં નંબર પર છે. જો તે વેસ્ટઇન્ડિઝ સામેની સીરીઝમાં 196 રન બનાવી લે તો તે માર્ટિન ગુપ્ટિલનો રેકોર્ડ તોડી દેશે. ભારતીય ક્રિકેટ પ્રેમીઓ રોહિત શર્માને ફોર્મને જોઇને ગુપ્ટિલનો રેકોર્ડ તોડવાની આશા પણ રાખી રહ્યા છે. પરંતુ, પાકિસ્તાનના શઓબ મલિક પાસે રોહિત શર્મા પહેલા આ રોકોર્ડ તોડવાની તક છે. મલિક 2161રન બનાવી ચૂક્યો છે. મલિક આજે(2 નવેમ્બરે) જ ન્યૂઝિલેન્ડ સામે ટી-20 મેચ રમાવા માટે મેદાને ઉતરશે. સૌથી વધારે રન બનાવામાં મેક્કુલમ (2140)  ત્રીજા નંબરે અને વિરાટ કોહલી(2102) ચોથા નંબરે છે. 

સોથી વધારે સિકસ મારવાના રેકોર્ડ પર પણ રહેશે ધ્યાન 
રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં 84 મેચમાં 89 સિક્સ મારી ચૂક્યો છે. જે સૌથી વધારે સિક્સર મારવામાં ક્રિસ ગેલ, માર્ટિન ગુપ્ટિલ તથા મેક્કુલમ બાદ ચોથા સ્થાન પર છે. ક્રિસ ગેલ અને માર્ટિન ગુપ્ટિલ પાસે સૌથી વધુ 103-103 સિક્કસર મારવાનો સંયુક્ત રેકોર્ડ છે. આ બંન્ને ક્રિકેટર અત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. એવામાં રોહિત શર્મા પાસે ગેલ અને માર્ટિવ ગુપ્ટિલનો રેકોર્ડ તોડવાની તક છે. પરંતુ તેના માટે રોહિત શર્માએ વેસ્ટઇન્ડિઝ સામે રમાવનારી ત્રણ મેચોમાં અંદાજે 15 સિક્સરો મારવી પડશે.

સૌથી ફાસ્ટ સદીનો રેકોર્ડ રોહિત શર્માના નામે 
ટી-20 ક્રિકેટમાં સૌથી ફાસ્ટ સદી મારવાનો રેકોર્ડ સંયુક્ત રીતે રોહિત શર્મા અને ડેવિડ મિલર પાસે રહેલો છે. આ બંન્ને ખેલડીઓ 35-35 બોલમાં સદી બનાવી ચૂક્યા છે. દક્ષિણ આફ્રિકાના મિલરે 2017માં બાંગ્લાદેશ વિરૂદ્ધ જ્યારે રોહિત શર્માએ 2017માં શ્રીલંકા વિરૂદ્ધ આ રેકોર્ડ બનાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news