કેપ્ટનશિપ મળ્યા બાદ 'વન-ડેનો બ્રેડમેન' બન્યો કોહલી, દરે ચોથી ઇનિંગ્સમાં ફટકારે છે સદી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વેસ્ટઇન્ડીઝની સામે (India vs West Indies) બીજી વન-ડેમાં ફરી એકવાર રંગમાં જોવા મળ્યો. તેણે રવિવારે (11 ઓગસ્ટ) ના માત્ર ભારતની ડગમગતી ઇનિંગ્સને સંભાળી, પરંતુ શાનદાર સદી પણ ફટકારી
Trending Photos
પોર્ટ ઓફ સ્પેન: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વેસ્ટઇન્ડીઝની સામે (India vs West Indies) બીજી વન-ડેમાં ફરી એકવાર રંગમાં જોવા મળ્યો. તેણે રવિવારે (11 ઓગસ્ટ) ના માત્ર ભારતની ડગમગતી ઇનિંગ્સને સંભાળી, પરંતુ શાનદાર સદી પણ ફટકારી. તેની આ ઇનિંગ્સની ખાસિયત એ રહી કે, સતત વિકેટ ગુમાવ્યા છતાં વિરાટ કોહલી (Virat Kohli)નો સ્ટ્રાઇક રેટ ઓછો થયો ન હતો. તે 125 હોલમાં 120 રનની ઇનિંગ્સ રમ્યો. તેની આ વન-ડે કરિયરમાં 42મી સદી હતી. હવે તે સચિન તેંદુલકરની 49 સદીના રેકોર્ડથી માત્ર 7 સદી દૂર છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 238 મેચ રમી છે. તેણે આ મેચોમાં 11406 રન બનાવ્યા છે.
વિરાટ કોહલીએ તેની 42મી સદી દરમિયાન ઓછામાં ઓછા 10 રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેના પૂરા કરિયરને જોઇએ તો કપ્ટન કરીકે વિરાટ વધુ શાનદાર જોવા મળ્યો છે. તે દરમિયાન દર ચોથી ઇનિંગ્સમાં તેણે સદી ફટકારી છે. આવા અન્ય ઘણા આંકડા છે, જેને દોઇને તેને ‘વન-ડેનો બ્રેડમેન’ કરી શકાય છે. 52 ટેસ્ટ મેચમાં 6996 રન બનાવનાર સર ડોન બ્રેડમેન (Don Bradman)ની સરેરાશ 99.94 રહી છે અને તેમણે લગભગ દર ત્રીજી ઇનિંગ્સમાં સદી ફટકારી છે.
કેપ્ટન કોહીની સરેરાશ 78.10 છે
હવે વિરાટ કોહલીની વાત કરીએ તો, તેણે 238 વન-ડે મેચમાં 42 સદી ફટકારી છે. એટલે કે, એક સદી ફટકારવા માટે સરેરાશ 5થી વધુ મેચ રમવી પડે છે. પરંતુ કેપ્ટન કરીકે તેણે 79 મેચમાં 20 સદી ફટકારી છે. તેણે તેની કેપ્ટનશિપ દરમિયાન સરેરાશ 4થી ઓછી મેચમાં સદી ફટકારી છે. વિરાટે તેના કરિયરમાં 59.71ની સરેરાથી રન બનાવ્યા છે. કેપ્ટન તરીકે સરેરાશ 78.10 પહોંચી ગયો છે.
કેપ્ટન બનતા જ ટોપ પર પહોંચી રમત
વિરાટ કોહીલએ 2008માં ભરાત માટે પહેલી વન-ડે મેચ રમી. વર્ષ 2011 સુધી તે ટિમનો મુખ્ય ખેલાડી બની ગયો હતો. વર્ષ 2013માં એમએસ ધોનીના રેસ્ટ કરવા પર વિરાટ કોહલીને પ્રથમ વખત કેપ્ટન બનવાની તક મળી. તેણે કેપ્ટન બન્યા બાદ માત્ર ચાર ઇનિંગ્સમાં બે સદી ફટકારી જણાવી દીધુ કે ટીમની કમાન સંભાળી શકે છે. વર્ષ 2017માં વિરાટને ધોનીની જગ્યા પર ટીમ ઇન્ડિયાનો નિયમિત કેપ્ટન બનાવવામાં આવ્યો. ત્યારબાદ તે 62 મેચમાં કેપ્ટનશિપ કરી ચુક્યો છે અને તે દરમિયાન 17 સદી ફટકારી છે.
કેપ્ટન પોન્ટિંગનો રેકોર્ડ તોડવાની નજીક
વન-ડે ક્રિકેટમાં કેપ્ટન કતરીકે સૌથી વધારે સદી બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે છે. તેણે 230 મેચમાં કેપ્ટનશિપ કરી અને તેમાંથી 22 મેચમાં સદી બનાવી છે. વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે કેપ્ટનશિપ દરમિયાન 79 મેચમાં જ 20 સદી ફટાકરી દીધી છે. જો વિરાટ તેની આ લયને યથાવત રાખી શકે છે તો ટૂક સમયમાં પોન્ટિંગનો પણ રેકોર્ડ તોડી દેશે.
વેસ્ટઇન્ડિઝની સામે 8મી સદી
વિરાટ કોહલીએ આ મેચ દરમિયાન વેસ્ટઇન્ડિઝની સામે સૌથી વધુ 8 સદી બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત કોઇ પણ બેટ્સમેન વેસ્ટઇન્ડિઝની સામે 8 સદી બનાવી શક્યો નથી. ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો માત્ર સચિન તેંદુલકર જ એક ટીમના ખેલાડી છે જે સૌથી વધારે સદી ફટકારવાના મામલે વિરાટથી આગળ છે. સચિને ઓસ્ટ્રેલીયાની સામે 9 સદી ફટકારી છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે