IPL 2020: નામ લીધા વગર ઉંમર મુદ્દે એમએસ ધોની પર ઇરફાન પઠાણે સાધ્યું નિશાન
ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર ઇરફાન પઠાણે ટ્વિટર પર ધોની મુદ્દે નિશાન સાધ્યું છે. પરંતુ ટ્વીટમાં તેણે ધોનીનું નામ લીધું નથી. તેણે ઇશારા-ઇશારામાં કટાક્ષ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ચેન્નઈ સુપરકિંગ્સ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની સીઝન અત્યાર સુધી સારી રહી નથી. ટીમે અત્યાર સુધી ચારમાંથી ત્રણ મેચ ગુમાવી છે. ટીમની બેટિંગ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે અને કેપ્ટન ધોનીની ખુબ ટીકા થઈ રહી છે. શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ચેન્નઈને સાત રને હરાવ્યું હતું. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર ઇરફાન પઠાણે ટ્વિટર પર ધોની મુદ્દે નિશાન સાધ્યું છે. પરંતુ ટ્વીટમાં તેણે ધોનીનું નામ લીધું નથી. તેણે ઇશારા-ઇશારામાં કટાક્ષ કર્યો છે.
પઠાણે ટ્વીટ કરીને કહ્યુ કે, કેટલાક ખેલાડીઓના માટે ઉંમર માત્ર નંબર છે, જ્યારે કેટલાક લોકો તેના કારણે બહાર કરી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ધોની આ વર્ષે આઈપીએલમાં બેટિંગ દરમિયાન સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં પણ તે થયું. તે પહેલાની જેમ મેચ ફિનિશ કરવામાં સફળ થઈ શકતો નથી. હૈદરાબાદ વિરુદ્ધ પણ ધોની 47 રન બનાવી અણનમ રહ્યો, પરંતુ ટીમે 7 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
Age is just a number for some and for others a reason to be dropped...
— Irfan Pathan (@IrfanPathan) October 3, 2020
આ પહેલા નીચે રમવાને લઈને પણ ધોનીની ટીકા થઈ ચુકી છે. થોડા દિવસ પહેલા પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે સાતમાં નંબર પરઉતરવાને લઈને ધોનીના નિર્ણયની આલોચના કરી હતી. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ સાતમાં ક્રમે બેટિંગમાં આવ્યો હતો.
IPL 2020: રાજસ્થાન રોયલ્સ માટે સારા સમાચાર, આજે રાત્રે UAE પહોંચી જશે બેન સ્ટોક્સ
હકીકતમાં ધોનીએ તેને લઈને કહ્યુ હતુ કે, 14 દિવસ સુધી ક્વોરેન્ટીન પર રહેવાનો ખરાબ પ્રભાવ પડ્યો છે. તેણે લાંબા સમયથી બેટિંગ કરી નથી. આ સિવાય 14 દિવસના ક્વોરેન્ટીનમાં પણ મદદ ન મળી. તો હૈદરાબાદ વિરુદ્ધ મેચ બાદ ધોનીએ સ્વીકાર્યું કે બોલને ફટકારી શક્યો નહીં. તેણે કહ્યું કે, તે બોલને જોરથી ફટકારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ન મારી શક્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે