VIDEO: રહાણેએ છગ્ગાને રોકવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો, આખી દુનિયા ચોંકી ગઈ
Ajinkya Rahane Video:ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી IPL મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 8 રનથી હરાવ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ડેશિંગ ક્રિકેટર અજિંક્ય રહાણેએ આ મેચમાં કંઈક એવું કર્યું, જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે.
Trending Photos
RCB vs CSK, IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સએ સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી IPL મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી હરાવ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં અજિંક્ય રહાણેએ પોતાનો જીવ જોખમમાં નાખીને સિક્સર રોકવાનો પ્રયાસ કર્યો અને દર્શકોમાં અચાનક ફફડાટ ફેલાવી દીધો હતો.
રહાણેએ સિક્સરને રોકવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો
વાસ્તવમાં, આ ઘટના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ઈનિંગની 9મી ઓવરની છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો સ્પિનર રવિન્દ્ર જાડેજા બોલિંગ માટે આવ્યો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 9મી ઓવરનો પાંચમો બોલ ગ્લેન મેક્સવેલને ફેંક્યો ત્યારે RCBના બેટ્સમેને જોરદાર હવાઈ શોટ રમ્યો. બોલ છગ્ગા સુધી જવાનું લગભગ નક્કી હતું, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સ્ટાર ક્રિકેટર અજિંક્ય રહાણેએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કંઈક એવું કર્યું જેનાથી બધા ફફડી ગયા. રહાણેએ બોલને રોકવા માટે એટલો ઊંચો કૂદકો મારીને નીચે પડ્યો કે એને ઉંધા માથે પડવાને પગલે વાગવાનો મોટો ખતરો હતો પણ રહાણેએ આ રિસ્ક લીધું હતું.
આ પણ વાંચો:
અમદાવાદમાં CBI- NDRFની ટીમને મોટી સફળતા, આરોપીએ નદીમાં ફેંકેલા મોબાઇલ શોધી કાઢ્યા
ચર્ચિત લાંચ કેસમાં એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને મોટો ઝટકો, SCએ રદ્દ કર્યા જામીન
મેક્સવેલ-ડુ પ્લેસિસની તોફાની ઈનિંગ એળે ગઈ, CSK એ રોમાંચક મેચમાં RCB ને હરાવ્યું
What an effort on the boundary from Ajinkya Rahane!
Saved some precious runs on the ropes...#IPL2023 #RCBvsCSK #MSDhoni #ViratKohli #TATAIPL #Conway #FafduPlessis #GlennMaxwellpic.twitter.com/YCpZYRdlv1
— OneCricket (@OneCricketApp) April 17, 2023
ક્રિકેટ જગત અચંબિત થઈ ગયું
ગ્લેન મેક્સવેલના સિક્સરને રોકવા માટે બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહેલા અજિંક્ય રહાણેએ અચાનક જ હવામાં જબરદસ્ત કૂદકો લગાવ્યો અને તેની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ માટે 5 રન બચાવ્યા. ગ્લેન મેક્સવેલને આ બોલ પર માત્ર 1 રનથી સંતોષ માનવો પડ્યો હતો. અજિંક્ય રહાણેએ સુપરમેનની સ્ટાઈલમાં હવામાં કૂદકો માર્યો અને બોલને બાઉન્ડ્રીની બહાર જતો અટકાવ્યો. અજિંક્ય રહાણેએ પોતે પડતા પહેલા બોલ બાઉન્ડ્રીની અંદર ફેંક્યો હતો. અજિંક્ય રહાણેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
બેંગ્લોર સામે ચેન્નાઈની રોમાંચક જીત
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 8 રનથી હારી ગઈ હતી. ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસની શાનદાર અડધી સદી વ્યર્થ ગઈ. ગ્લેન મેક્સવેલે 36 બોલમાં 76 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થાય છે, જ્યારે ડુ પ્લેસિસે 33 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 226 રન બનાવ્યા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 227 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની ટીમ 20 ઓવરમાં માત્ર 218 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ માટે ડેવોન કોનવેએ 45 બોલમાં 83 રન અને શિવમ દુબેએ 27 બોલમાં 52 રન બનાવ્યા હતા, જેની મદદથી CSKએ RCBને આઠ રનથી હરાવ્યું હતું. આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય ચેન્નાઈના બેટ્સમેનોએ ખોટો સાબિત કર્યો હતો અને છ વિકેટે 226 રન બનાવ્યા હતા. જવાબમાં RCB આઠ વિકેટે 218 રન જ બનાવી શકી હતી.
આ પણ વાંચો:
સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવા જતા આધેડે પ્રતિકાર કરતા હત્યા, હત્યાનો ભેદ ઉકેલાયો
સુરત પોલીસે માનવતા મહેકાવી, વૃદ્ધાશ્રમ દત્તક લેતા જોવા મળ્યું કડક પોલીસનું નરમ રૂપ
મોટો ઝટકો! કચ્છની કેસર કેરીના ચાહકોને કેટલી જોવી પડશે રાહ? સામે આવ્યા છે મોટા સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે