IPL Final: મહેન્દ્ર સિંહ ધોનીએ રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર બન્યો વિશ્વનો પ્રથમ કેપ્ટન

MS Dhoni 300 T20 Matches: ધોની આઈપીએલની પ્રથમ સીઝન (2008) થી ચેન્નઈ સુપર કિંગ્સની કમાન સંભાળી રહ્યો છે. ધોનીની ટીમ અત્યાર સુધી ત્રણ વખત ચેમ્પિયન બની ચુકી છે. 
 

IPL Final: મહેન્દ્ર સિંહ ધોનીએ રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર બન્યો વિશ્વનો પ્રથમ કેપ્ટન

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ  (MS Dhoni) કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ (CSK vs KKR Final) આઈપીએલ 2021 ફાઇનલમાં ટોસ દરમિયાન મેદાન પર ઉતરવાની સાથે પોતાના નોમે મોટો રેકોર્ડ નોંધાવી લીધો છે. 

ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને 2 વખત ટાઇટલ પોતાના નામે કરી ચુકેલી કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમ આજે ફાઇનલમાં આમને સામને છે. આ મેચ દુબઈમાં શરૂ થઈ છે. 

ધોનીની આ કેપ્ટન તરીકે 300મી ટી20 મેચ છે. માહી ક્રિકેટના નાના ફોર્મેટમાં આ સિદ્ધિ હાસિલ કરનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન છે. આ લિસ્ટમાં બીજા નંબર પર વિન્ડિઝનો ડેરેન સેમી છે. સેમીએ કુલ 208 ટી20 મેચોમાં આગેવાની કરી છે. વર્ષ 2008થી માહી સીએસકેનો કેપ્ટન છે. તેની આગેવાનીમાં ચેન્નઈની ટીમે ત્રણ ટ્રોફી જીતી છે. 

ભારત માટે 72 ટી20 મેચમાં આગેવાની કરી 
ધોનીએ જાન્યુઆરી 2017માં ટી20ની કેપ્ટનશિપ છોડી દીધી હતી. ધોનીની આગેવાનીમાં ભારતે 2007માં સાઉથ આફ્રિકામાં રમાયેલ પ્રથમ ટી20 વિશ્વકપ કબજે કર્યો હતો. ધોનીએ ભારત માટે 72 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આગેવાની કરી જેમાં 41માં જીત અને 28 મુકાબલામાં હાર મળી છે. એક મેચ ટાઈ રહી છે જ્યારે બે મેચનું પરિણામ આવ્યું નથી. 

કોલકત્તા સામે કેપ્ટન તરીકે 300મી મેચ
વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર ધોની કોલકત્તા સામે ફાઇનલમાં ઉતરવાની સાથે 300મી મેચમાં આગેવાની કરી રહ્યો છે. આઈપીએલ ફાઇનલ ટી20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે ધોનીની 300મી મેચ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news