કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ, પૂર્વ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી

India vs England T20 Series: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 T20 મેચોની  સિરીઝની પ્રથમ મેચ બુધવારે (22 જાન્યુઆરી) રમાશે. સિરીઝ શરૂ થાય તે પહેલા જ ઘણા ખેલાડીઓને લઈને ચર્ચાઓ થઈ રહી છે.

કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ, પૂર્વ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી

India vs England T20 Series: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટી-20 મેચોની સિરીઝની પ્રથમ મેચ બુધવારે 22 જાન્યુઆરીએ રમાશે. સિરીઝ શરૂ થાય તે પહેલા જ મોહમ્મદ શમીની વાપસી, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસનના ફોર્મ અને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તેમાંથી એક એવો ખેલાડી છે જેના પર બધાની નજર રહેશે. નેશનલ ટીમમાં તે ખેલાડી માટે આ છેલ્લી તક હોઈ શકે છે.

ટીમ ઈન્ડિયામાં પરિવર્તનનો સમયગાળો
T20 ફોર્મેટમાંથી વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ ટૂંકી ફોર્મેટમાં પરિવર્તનનો સમયગાળો ચાલી રહ્યો છે. ડાબોડી બેટ્સમેન અભિષેક શર્માને આઈપીએલ અને ડોમેસ્ટિક મેચોમાં તેના શાનદાર પ્રદર્શન બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત તકો આપવામાં આવી રહી છે. જો કે, અભિષેકે હજુ સુધી તે પ્રકારની બેટિંગ કરી નથી જેના માટે તે જાણીતો છે.

ઝિમ્બાબ્વે સામે ફટકારી હતી સદી
અભિષેક આખા ગ્રાઉન્ડના તમાર તરફ પ્રહાર કરવાની ક્ષમતા માટે જાણીતો છે. તેણે જુલાઈ 2024માં ઝિમ્બાબ્વે સામેની બીજી T20માં 47 બોલમાં વિસ્ફોટક સદી ફટકારી હતી. ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન આકાશ ચોપડાએ અભિષેક શર્માની ક્ષમતાનો સ્વીકાર કર્યો છે પરંતુ તે માને છે કે જો તેણે બુધવારથી ઈડન ગાર્ડન્સ ખાતે શરૂ થઈ રહેલી પાંચ મેચની સિરીઝમાં ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવું હોય તો તેણે સંપૂર્ણ ફોર્મમાં હોવું જરૂરી છે.

આકાશ ચોપરાએ શું કહ્યું?
આકાશ ચોપરાએ સ્ટાર સ્પોર્ટ્સને જણાવ્યું કે, “અભિષેકનું ફોર્મ થોડું ઉપર-નીચે થઈ રહ્યું છે. શરૂઆતમાં તેણે તેની બીજી T20 મેચમાં ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી હતી. ત્યારબાદ ઘણી સંભાવનાઓ હતી, પરંતુ પર્યાપ્ત પ્રદર્શન નથી. તેથી, મને લાગે છે કે અભિષેક શર્મા માટે આ છેલ્લી તક છે. હું ખરેખર તે ખેલાડીને પ્રેમ કરું છું. મને લાગે છે કે જો તે સારો દેખાવ કરશે તો તે શાનદાર રહેશે. પરંતુ આ 5 મેચોમાં આગળ વધો અને તમારું જીવન જીવો. કારણ કે આ મેચોમાં જે રીતે સંજુએ છેલ્લી 3 મેચમાં પોતાનું નામ બનાવ્યું છે તે જ રીતે અભિષેક શર્માએ પણ કરવું પડશે. અન્યથા સમય બદલાશે અને યશસ્વી જયસ્વાલ પરત ફરશે.

અભિષેક શર્માનો રેકોર્ડ
અભિષેક શર્માએ 12 T20 મેચમાં ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઝિમ્બાબ્વે સામેની સદીને બાદ કરતા તે 11 મેચમાં 156 રન બનાવવામાં સફળ રહ્યો છે. જો કે, તેનો સ્ટ્રાઈક રેટ 171.81 છે, પરંતુ તેની 23.27ની એવરેજ ચોક્કસપણે ચિંતાનો વિષય છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી આવતા મહિને શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમને મજબૂત બનાવશે. શમી ભારત તરફથી છેલ્લે નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news