Tokyo Olympics: બસ કંડક્ટરની દિકરી ઓલિમ્પિકમાં દેખાડશે દમ, 20 કિમી રેસ વોકિંગમાં લેશે ભાગ

રાંચીમાં ફેબ્રુઆરીમાં નેશનલ એથ્લેટીક ચેમ્પિયનશીપ યોજાઈ હતી. જેમાં, પ્રિયંકા ગોસ્વામી (Priyanka Goswami) એ ઓલિમ્પિક (Olympics) ની ટીકીટ મેળવી હતી.

Tokyo Olympics: બસ કંડક્ટરની દિકરી ઓલિમ્પિકમાં દેખાડશે દમ, 20 કિમી રેસ વોકિંગમાં લેશે ભાગ

લખનઉ: મેરઠ (Meerut) ની પ્રિયંકા ગોસ્વામી (Priyanka Goswami) ને ઓલિમ્પિક (Olympics) ની ટીકીટ મળી છે. પ્રિયંકા (Priyanka Goswami) એ 20 કિલોમીટર રેસ વોક (Race Walk) 1 કલાક 28 મીનીટ 45 સેકેન્ડમાં ખત્મ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. અને ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પોતાની મન કી બાતમાં મેરઠની દિકરી પ્રિયંકા ગોસ્વામીનો ઉલ્લેખ કર્યો હતો. રાંચીમાં ફેબ્રુઆરીમાં નેશનલ એથ્લેટીક ચેમ્પિયનશીપ યોજાઈ હતી. જેમાં, પ્રિયંકા ગોસ્વામી (Priyanka Goswami) એ ઓલિમ્પિક (Olympics) ની ટીકીટ મેળવી હતી. તેમણે રેસ વોકિંગમાં 20 કિલોમીટરની વોક 1.28.45ના રેકોર્ડ ટાઈમમાં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

પ્રિયંકાને રાની લક્ષ્મી બાઈ અવોર્ડથી પણ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રિયંકા (Priyanka Goswami) ને આ પુરસ્કાર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉપલબ્ધિયોને ધ્યાને રાખીને આપવામાં આવ્યું હતું. પ્રિયંકાની આ ઉપલબ્ધિની સાથે મેરઠના નામે સ્પોર્ટસ દુનિયા સાથે વધુ એક નામ જોડાયું.

હવે પ્રિયંકા (Priyanka Goswami) નું મિશન ઓલિમ્પિક (Olympics) માં ભારતનો તિરંગો ઝંડો લહેરાવાનું છે. પ્રધાનમંત્રી મોદીએ પણ 27 જૂનની મન કી બાતમાં પ્રિયંકાના નામનું ઉલ્લેખ કરી તેની હિમ્મત વધારી હતી.

મેરઠની મહિલા એથ્લીટ પ્રિયંકાએ મેરઠ (Meerut) ના કૈલાશ પ્રકાશ સ્ટેડિયમથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અને આજે તે એક મોટા મુકામે પહોંચી છે. પ્રિયંકાના પરિવારની આર્થિક હાલત નબળી હતી. તેના પિતા બસ કંડક્ટર હતા અને કોઈ કારણોસર એક સમયે તેમની નોકરી પણ જતી રહી હતી. ભારે સંઘર્ષ અને મહામહેનત બાદ આજે પ્રિયંકા આ મુકામે પહોંચી છે.

23 જુલાઈથી જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક ગેમ્સ (Olympics Games) શરૂ થવા જઈ રહી છે. જેમાં, પ્રિયંકા વોકિંગ રેસર તરીકે પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. મેરઠને એમ તો સ્પોર્ટ્સ સિટી તરીકે જાણીતું છે. મેરઠની પ્રિયંકા ગોસ્વામી, અન્નૂ રાની, સીમા પુનિયા, સૌરવ ચૌધરી અને વંદના કટારિયા ટોક્યો ઓલિમ્પિક (Olympics) માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

પ્રિયંકાએ સૌથી પહેલાં વર્ષ 2015માં રેસ વોકિંગમાં નેશનલ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ પ્રિયંકાએ પાછળ ફરીને નથી જોયું. મેંગ્લોરમાં ફેડરેશન કપમાં પણ ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 2017ના નેશનલ ચેમ્પિયનશીપમાં આ એથ્લીટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2018માં રમતના ક્વોટાથી પ્રિયંકા ગોસ્વામીને રેલવેમાં ક્લર્કની નોકરી મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news