મિતાલી રાજે રચ્યો ઈતિહાસ, 20 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારી પ્રથમ મહિલા બની
મિતાલી રાજે પ્રથમ વનડે મેચ 26 જૂન 1999ના આયર્લેન્ડ વિરુદ્ધ રમી હતી.
Trending Photos
વડોદરાઃ ભારતીય કેપ્ટન મિતાલી રાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂરા કરનારી પ્રથમ મહિલા ક્રિકેટ બની ગઈ છે. 36 વર્ષીય મિતાલી રાજે ( Mithali Raj) અહીં દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચમાં બુધવારે મેદાન પર ઉતરવાની સાથે આ સિદ્ધી હાંસિલ કરી હતી. તેણે મેચમાં અણનમ 11 રન બનાવ્યા હતા. ભારતે દક્ષિણ આફ્રિકાને આ મેચમાં આઠ વિકેટથી પરાજય આપ્યો હતો.
ભારત માટે અત્યાર સુધી 204 વનડે મેચ રમી ચુકેલી મિતાલીએ 26 જૂન 1999મા આયર્લેન્ડ વિરુદ્ધ પોતાના વનડે કરિયરની શરૂઆત કરી હતી. હવે તે 50 ઓવરના આ કરિયરમાં 20 વર્ષ અને 105 દિવસ પૂરા કરી ચુકી છે. તેણે પ્રથમ ટેસ્ટ 2006 અને પ્રથમ ટી20 મેચ પણ 2006મા રમી હતી.
મિતાલી રાજ બે દાયકા સુધી વનડે ક્રિકેટ રમનારી એકમાત્ર મહિલા ક્રિકેટર પણ છે. મિતાલીના નામે વનડે ક્રિકેટમાં સર્વાધિક મેચ રમવાનો રેકોર્ડ પણ છે.
મિતાલી રાજે અત્યાર સુધી 204 વનડે મેચ રમી છે. તે કોઈપણ મહિલા ક્રિકેટર દ્વારા રમવમાં આવેલી સર્વાધિક મેચ છે. ત્યારબાદ ઈંગ્લેન્ડની શાર્લોટ એડવર્ડ (191), ભારતની ઝુલન ગોસ્વામી (178) અને ઓસ્ટ્રેલિયાની એલેક્સ બ્લેકવેલ (144) છે. પૂર્વ કેપ્ટન મિતાલીએ 10 ટેસ્ટ અને 89 ચી20 મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે પાછલા મહિને ટી20 ક્રિકેટને અલવિદા કહ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે