'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અને ફિટનેસ અંગે કર્યા મોટા ખુલાસા

MS Dhoni: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને જોવા માટે ફેન્સ તરસી જાય છે. માહી સોશિયલ મીડિયા પર ભાગ્યે જ એક્ટિવ રહે છે. જો કે, પત્ની સાક્ષી દ્વારા ફેન્સને ઘણીવાર માહી વિશે અપડેટ મળતું રહે છે. ધોનીએ હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ ન રહેવાનું રહસ્ય જાહેર કર્યું છે.

'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અને ફિટનેસ અંગે કર્યા મોટા ખુલાસા

MS Dhoni: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને જોવા માટે ફેન્સને એક વર્ષ સુધી રાહ જોવી પડશે. માહી સોશિયલ મીડિયાથી દૂર પોતાની લાઈફ એન્જોય કરી રહ્યો છે. જો કે, પત્ની સાક્ષી દ્વારા ફેન્સને ઘણીવાર માહી વિશે અપડેટ મળતું રહે છે. ધોનીએ હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ ન રહેવાનું રહસ્ય જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, ઘણી વખત તેને સોશિયલ મીડિયા માટે સલાહ મળી છે. આ સિવાય માહીએ પોતાની ફિટનેસ વિશે પણ વાત કરી છે.

ધોનીએ શું કહ્યું?
'યૂરોગ્રિપ ટાયર્સ'ના 'ટ્રેડ ટોક્સ'ના લેટેસ્ટ એપિસોડમાં ધોનીએ કહ્યું કે, 'હું ક્યારેય સોશિયલ મીડિયાનો મોટો ફેન નથી રહ્યો. ઘણા મેનેજરો મારી સાથે કામ કરતા હતા અને તેઓ મને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની સલાહ આપતા હતા. મેં 2004 માં રમવાનું શરૂ કર્યું હતું, તેથી ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ લોકપ્રિય થઈ રહ્યા હતા અને મેનેજરો વિવિધ તર્ક આપતા હતા કે તમારે થોડું પીઆર બનાવવું જોઈએ, પરંતુ મારો એક જ જવાબ હતો કે જો હું સારું ક્રિકેટ રમું તો મારે પીઆરની જરૂર નથી.'

પોતાની મર્જીનો માલિક છે ધોની
ધોનીએ વધુમાં કહ્યું કે, 'તે હંમેશા થતું હતું કે જો મારી પાસે સોશિયલ મીડિયા પર કંઈક શેર કરવા જેવું હોય તો હું તેને શેર કરું. હું તે વસ્તુનું ટેન્શન નથી લેતો કે કોને કેટલા ફોલોઅર્સ છે, કોણ શું કરી રહ્યા છે. કારણ કે હું જાણું છું કે જો હું ક્રિકેટનું ધ્યાન રાખીશ તો બાકીનું બધું જાતે જ થશે.'

ફિટનેસ પર અપડેટ
માહીએ વધુમાં કહ્યું કે, 'હું પહેલા જેટલો ફિટ નથી, ફિટ રહેવા માટે તમે શું ખાઈ રહ્યા છો તેના પર ઘણું નિયંત્રણ રાખવાની જરૂર છે. હું ક્રિકેટ માટે ફિટ રહેવા માટે ખૂબ જ ખાસ કામ કરી રહ્યો છું. હું ફાસ્ટ બોલર નથી તેથી અમારી જરૂરિયાતો એટલી વધારે નથી. મને વાસ્તવમાં ખાવામાં અને જીમમાં જવાની વચ્ચે ઘણી બધી રમતો રમવાથી મદદ મળે છે. તેથી જ્યારે પણ મને સમય મળે છે ત્યારે હું અલગ-અલગ રમતો જેવી કે, ટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ રમવાનું પસંદ કરું છું. આ રમતો મને વ્યસ્ત રાખે છે. ફિટનેસ જાળવવાનો આ સૌથી સારી રીત છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news