રાફેલ નડાલે ફ્રિટ્ઝને હરાવીને ત્રીજીવાર જીત્યું મેક્સિકો ઓપનનું ટાઇટલ
આ વર્ષે રમાયેલા ઓસ્ટ્રેલિયન ઓપન બાદ આ નડાલની પ્રથમ ટૂર્નામેન્ટ હતી.
Trending Photos
લોસ એન્જેલસઃ વિશ્વના બીજા નંબરના ટેનિસ ખેલાડી રાફેલ નડાલે શનિવારે અહીં ટેલર ફ્રિટ્ઝને સીધા સેટોમાં હરાવીને એટીપી મેક્સિકો ઓપનનું ટાઇટલ જીતી લીધું છે. આ 2020માં તેનું પ્રથમ ટાઇટલ છે. સ્પેનના દિગ્ગજ નડાલે અમેરિકાના ફ્રિટ્ઝને 6-3, 6-2થી હરાવીને બીજીવાર મેક્સિકો ઓપનનું ટાઇટલ જીત્યું હતું.
આ પહેલા તે 2013 અને 2015માં પણ ટાઇટલ જીતી ચુક્યો છે. નડાલના કરિયરનું આ 85મું ટાઇટલ છે. 33 વર્ષીય નડાલે પાછલા મહિને ઓસ્ટ્રેલિયાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ પ્રથમ ટૂર્નામેન્ટ રમી હતી.
Sweet victory 🍐 🏆 😁@RafaelNadal is @AbiertoTelcel champion for the third time and collects career title 85. pic.twitter.com/Yx1zrE6xMk
— #AusOpen (@AustralianOpen) March 1, 2020
તેણે ટૂર્નામેન્ટ દરમિયાન એકપણ સેટ ગુમાવ્યો નથી. આ ટૂર્નામેન્ટમાં નડાલની 19મી જીત છે જ્યારે બે વાર તેણે હારનો સામનો કરવો પડ્યો છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે