ICC વર્લ્ડ રેન્કિંગ: ચેતેશ્વર પૂજારા ટોપ ત્રણમાં, પંતે કરી ભારતીય રેકોર્ડની બરોબરી
આઈસીસીના જાતા રેન્કિંગમાં ચેતેશ્વર પૂજારા અને રિષભ પંતને સારૂ પ્રદર્શન કરવાનો ફાયદો મળ્યો છે. તો બોલિંગાં કુલદીપે કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાસિલ કરી છે.
Trending Photos
દુબઈઃ ઓસ્ટ્રેલિયા-ભારત ચોથી અને દક્ષિણ આફ્રિકા-પાકિસ્તાન વચ્ચેની બીજી ટેસ્ટ બાદ આઈસીસીએ જારા રેન્કિંગ જાહેર કર્યું છે. ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ભારતને જીત બાદ પણ એક પોઈન્ટનો ફાયદો થયો નથી અને તે હજુ પણ 116 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા 101 પોઈન્ટની સાથે પાંચમાં સ્થાને છે અને તેને સિરીઝ હારવાને કારણે એક પોઈન્ટનું નુકસાન થયું છે.
બેટ્સમેનોના રેન્કિંગમાં ચેતેશ્વર પૂજારા ટોપ-3મા પહોંચી ગયો છે, તો રિષભ પંતે મોટી છલાંગ લગાવતા ટોપ-20મા એન્ટ્રી કરી લીધી છે. બોલિંગમાં કુલદીપ યાદવને સૌથી વધુ ફાયદો થયો છે, તો રવિન્દ્ર જાડેજા ફરી ટોપ-5મા પહોંચી ગયો છે. રિષભ પંત 21 સ્થાનના ફાયદાથી 673 પોઈન્ટની સાથે 17મા સ્થાન પર છે અને તેણે કોઈપણ વિકેટકીપર બેટ્સમેનની સર્વશ્રેષ્ઠ રેન્કિંગનો રેકોર્ડ બનાવ્યો છે. પોઈન્ટના મામલામાં આ પહેલા રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોની (662)નો હતો, તો રેટિંગના હિસાબે પંતે ફારૂખ એન્જિનિયર (જાન્યુઆરી 1973)ની બરોબરી કરી લીધી છે.
બેટ્સમેનોના રેન્કિંગમાં વિરાટ કોહલી હજુપણ ટોપ પર છે, તો સિડની ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ રહેલ ચેતેશ્વર પૂજારા એક સ્થાનના ફાયદા સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ટોપ-10મા આ સિવાય એક ફેરફાર થયો છે અને દક્ષિણ આફ્રિકાનો એડેન માર્કરામ સાત સ્થાનના ફાયદાની સાથે 10મા સ્થાને પહોંચી ગયો છે અને અઝહર અલી ટોપ-10માથી બહાર થઈ ગયો છે.
ટોપ-10 બહાર ભારત તરફથી રિષભ પંત 21 સ્થાનના મોટા ફાયદાથી 17મા, રવિન્દ્ર જાડેજા 6 સ્થાનના ફાયદાથી 57મા અને મયંક અગ્રવાલ 5 સ્થાનના ફાયદા સાથે 62મા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો માર્કસ હૈરિસ 21 સ્થાનના ફાયદાથી 69મા સ્થાન પર છે. આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 6 સ્થાનના ફાયદાથી 16મા અને ટેમ્બા બવુમા પાંચ સ્થાનના ફાયદા સાથે 26મા સ્થાન પર છે. પાકિસ્તાનના અસદ શફીક પાંચ સ્થાનના ફાયદાથી 24મા, બાબર આઝમ બે સ્થાનના ફાયદાથી 25મા, સરફરાઝ અહમદ પાંચ સ્થાનના ફાયદાથી 37મા અને શાન મસૂદ 22 સ્થાનના ફાયદાથી 65મા સ્થાન પર છે.
બોલરોમાં કગિસો રબાડા પ્રથમ સ્થાને યથાવત છે. રવિન્દ્ર જાડેજા એક સ્થાનના ફાયદાથી પાંચમાં અને અશ્વિન એક સ્થાનના નુકસાનથી નવમાં સ્થાન પર છે. પાકિસ્તાનના મોહમ્મદ અબ્બાસ એક સ્થાનના નુકસાનથી છઠ્ઠા અને દક્ષિણ આફ્રિકાના વર્નન ફિલાન્ડર એક સ્થાનના ફાયદાથી સંયુક્ત રીતે ત્રીજા સ્થાન પર છે.
ટોપ-10 બહાર ભારત તરફથી જસપ્રીત બુમરાહ 16મા, શમી એક સ્થાનના ફાયદા સાથે 22મા અને કુલદીપ યાદવ સાત સ્થાનના ફાયદા સાથે 45મા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાનો નાથન લાયન એક સ્થાનના ફાયદા સાથે 13મા સ્થાન પર છે. આફ્રિકાનો ડુઆને ઓલિવિયર ચાર સ્થાનના ફાયદાથી 32મા અને પાકિસ્તાનનો શાહિન અફરીદી 13 સ્થાનના ફાયદાથી 60મા સ્થાન પર છે.
ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં શાકિબ અલ હસન પ્રથમ સ્થાને યથાવત છે. ભારત તરફથી જાડેજા એક સ્થાનના ફાયદાથી બીજા અને અશ્વિન છઠ્ઠા સ્થાન પર છે.
ટોપ-10 બેટ્સમેન
1. વિરાટ કોહલી ભારત 922
2. કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડ 897
3.ચેતેશ્વર પૂજારા ભારત 881
4. સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા 874
5. જો રૂટ ઈંગ્લેન્ડ 807
6. ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા 772
7. હેનલી નિકોલ્સ ન્યૂઝીલેન્ડ 763
8. ડીન એલ્ગર દક્ષિણ આફ્રિકા 727
9. દિમુથ કરૂણારત્ને શ્રીલંકા 715
10. એડેન માર્કરામ આફ્રિકા 698
ટોપ-10 બોલર
1. કગિસો રબાડા દક્ષિણ આફ્રિકા 893
2. જેમ્સ એન્ડરસન ઈંગ્લેન્ડ 874
3. પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા 804
4. વર્નર ફિલાન્ડર દક્ષિણ આફ્રિકા 804
5. રવિન્દ્ર જાડેજા ભારત 794
6. મોહમ્મદ અબ્બાસ પાકિસ્તાન 789
7. ટ્રેન્ટ બોલ્ટ ન્યૂઝીલેન્ડ 771
8. ટીમ સાઉદી ન્યૂઝીલેન્ડ 767
9. આર અશ્વિન ભારત 763
10. જેસન હોલ્ડર વેસ્ટ ઈન્ડિઝ 751
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે