પાકિસ્તાનના વધુ સાત ખેલાડી કોરોનાથી સંક્રમિત, ઈંગ્લેન્ડના પ્રવાસ પર સંકટ
પાકિસ્તાન ટીમનો ઈંગ્લેન્ડનો પ્રવાસ સંકટમાં મુકાયો છે. પાકિસ્તાનના વધુ સાત ક્રિકેટર કોરોનાનો શિકાર બન્યા છે. આ પહેલા ત્રણ ક્રિકેટરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને મોટો ઝટકો લાગી શકે છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર જનારી ટીમના ત્રણ ક્રિકેટર કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. હવે તેના અન્ય સાત ખેલાડી પણ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. આ બધાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ રીતે પાકિસ્તાનની 29 સભ્યોની ટીમમાં સંક્રમિત ખેલાડીઓની સંખ્યા હવે કુલ 10 થઈ ગઈ છે. આ ખબરની પુષ્ટિ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરી છે. આ રીતે તેનો ઈંગ્લેન્ડ પ્રવાસ મુશ્કેલીમાં લાગી રહ્યો છે.
ખતરનાક કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે અને ક્રિકેટ જગતમાં પણ તેનાથી સંક્રમિત ખેલાડી સામે આવી રહ્યાં છે. હવે પાકિસ્તાનના વધુ 7 ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ માટે રવાના થવાના હતા. આ પહેલા ત્રણ ખેલાડીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે પોઝિટિવ આવેલા ક્રિકેટરોમાં ફખર જમાન, ઇમરાન ખાન, કાશિમ ભટ્ટી, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ રિઝવાન અને વહાબ રિયાઝનું નામ સામેલ છે.
આ પહેલા ત્રણ ખેલાડી બન્યા હતા શિકાર
આ પહેલા પાકિસ્તાનના ક્રિકેટર શાદાબ ખાન, હારિસ રઉફ અને હૈદર અલી કોરોનાથી સંક્રમિત થયા હતા. પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને પોતાના નિવેદનમાં કહ્યુ- તપાસમાં પોઝિટિવ આવેલા ખેલાડીઓમાં કેટલાક એવા ફિટ ખેલાડી છે, જેનામાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. અમે બધા ક્રિકેટરોની તપાસ કરી રહ્યાં છીએ અને બધાને દેખરેખમાં રાખ્યા છે.
હવે વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ આવ્યો કોરોનાની ઝપેટમાં
વસીમે જણાવ્યુ કે, ખેલાડી અને અધિકારી હવે લાહોરમાં એકત્રિત થશે અને ટેસ્ટનો અન્ય એક રાઉન્ટ 25 જૂને થશે. તેના આગામી દિવસે સંશોધિત ટીમ જાહેર કરવામાં આવશે. તેમણે જણાવ્યુ કે, આગામી મહિને સિરીઝ માટે ટીમનો 28 જૂને રવાના થવાનો કાર્યક્રમ છે. વસીમે કહ્યુ, આ ચિંતાની વાત છે પરંતુ અમારે આ સમયે ડરવુ જઈએ નહીં કારણ કે અમારી પાસે સમય છે. તેમણે કહ્યું કે, ઈંગ્લેન્ડ પહોંચ્યા બાદ ખેલાડી અને અધિકારી આરામ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે