સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવી WTCની ફાઇનલમાં બનાવી જગ્યા, ભારતની મુશ્કેલીઓ વધી

SA vs PAK: દક્ષિણ આફ્રિકાની ટીમે ઇતિહાસ બનાવી દીધો છે. પાકિસ્તાનને હરાવીને દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. હવે એક સ્થાન માટે ત્રણ ટીમો રેસમાં છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. WTCની ફાઇનલ વર્ષ 2025માં 11-15 જૂન દરમિયાન ક્રિકેટ મક્કા લોર્ડ્સમાં રમાશે.

સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવી WTCની ફાઇનલમાં બનાવી જગ્યા, ભારતની મુશ્કેલીઓ વધી

SA vs PAK: દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવ્યું છે. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ચોથી ઇનિંગ્સમાં 8 વિકેટ ગુમાવીને આ જીત મેળવી હતી. આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત WTC ફાઇનલમાં પહોંચી છે.

દક્ષિણ આફ્રિકાએ ફાઇનલમાં પોતાનું સ્થાન કર્યું નિશ્ચિત
આ મેચ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાએ WTC પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે. દક્ષિણ આફ્રિકાએ 11 મેચ રમી છે. આ દરમિયાન તેણે 7 મેચ જીતી છે. આ સાથે જ તેને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાનું PCT 66.67 છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 15માંથી 9 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા ટીમનો PCT 58.89 છે.

— ICC (@ICC) December 29, 2024

ટીમ ઈન્ડિયા હાલમાં 55.88 PCT સાથે ત્રીજા સ્થાને છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે હવે ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે. હવે ભારતે ફાઇનલમાં જગ્યા બનાવવા માટે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે.

દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવી પ્રથમ વખત પહોંચી WTCની ફાઈનલમાં  

જો ટેસ્ટ મેચની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમ પ્રથમ ઈનિંગમાં 211 રનમાં સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 301 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં પાકિસ્તાનના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા અને આખી ટીમ માત્ર 237 રનમાં આઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ હતો જે તેણે 8 વિકેટ ગુમાવીને જીત મેળવી હતો. પ્રથમ ઈનિંગમાં 89 અને બીજી ઈનિંગમાં 37 રન બનાવનાર એઈડન માર્કરામને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

— ICC (@ICC) December 29, 2024

WTCની ફાઈનલમાં પહોંચવા 3 ટીમો રેસમાં
દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, પરંતુ બીજી ટીમ માટે હજુ પણ ત્રણ ટીમો રેસમાં છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલાથી જ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. WTCની ફાઇનલ વર્ષ 2025માં 11-15 જૂન દરમિયાન ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં રમાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news