T20 World Cup 2021: આ ખેલાડીનું પત્તું કાપવા માટે શાર્દુલને ટી20 વર્લ્ડ કપમાં મળી તક, જાણો પડદા પાછળનો અસલ ખેલ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ઓલ ઈન્ડિયા સીનિયર સિલેક્શન કમિટીએ ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ શાર્દુલ ઠાકુરને ICC ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા આપી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ઓલ ઈન્ડિયા સીનિયર સિલેક્શન કમિટીએ ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ શાર્દુલ ઠાકુરને ICC ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા આપી છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ કે જે 15 સભ્યોની ટીમનો હિસ્સો હતો તેને હવે સ્ટેન્ડબાય સૂચિમાં મૂક્યો છે. અસલમાં શાર્દુલ ઠાકુરની એન્ટ્રી અક્ષર પટેલનું પત્તું કાપવા માટે નહીં પરંતુ અન્ય કારણસર થઈ છે.
વાત જાણે એમ છે કે શાર્દુલ ઠાકુરને લાવવાનો અસલ હેતુ હાર્દિક પંડ્યાની ભરપાઈ કરવાનો હતો. જેનું ટી20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવું મુશ્કેલ છે. શાર્દુલ ઠાકુર બોલિંગ અને બેટિંગ બંને રીતે સારું પ્રદર્શન કરવામાં એક્સપર્ટ છે.
ફિટનેસ સામે ઝઝૂમી રહ્યો છે આ ખેલાડી
હાર્દિક પંડ્યા લાંબા સમયથી ફિટનેસની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. હાર્દિક પંડ્યાની ફિટનેસ જોઈએ તો ટી20 વર્લ્ડ કપમાં તેના રમવા પર સતત સસ્પેન્સ સર્જાઈ રહ્યું છે. શાર્દુલ ઠાકુર ભારત માટે ટેસ્ટ, વનડે અને ટી20 એમ ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમે છે.
પંડ્યા કરતા આ ખેલાડી સારો
શાર્દુલ ઠાકુરના કારણે હવે હાર્દિક પંડ્યાની જગ્યા ખતરામાં છે અને તેનું ટીમ ઈન્ડિયામાંથી પત્તું કપાઈ શકે છે. શાર્દુલ ઠાકુરનો કમાલ જોઈને ખુબ કેપ્ટન વિરાટ કોહલી પણ દંગ રહી ગયો હતો. હાલના સમયમાં ભારતીય ટીમ પાસે હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે શાર્દુલ ઠાકુર એક ખેલાડી છે જે ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકે છે. આમ તો શાર્દુલ ઠાકુર ટીમમાં ફાસ્ટ બોલર તરીકે જગ્યા ધરાવે છે. પરંતુ જો તેની બેટિંગ શૈલી જોઈએ તો તે પોતાની જાતને અનેકવાર ટીમ ઈન્ડિયાની મેચોમાં અને આઈપીએલની મેચોમાં સાબિત કરી ચૂક્યો છે.
ટી20 વર્લ્ડ કપમાં ખેલવા પર સસ્પેન્સ
હાર્દિક પંડ્યા લાંબા સમયથી બોલિંગ કરતો જોવા મળ્યો નથી. તેની પીઠના નીચેના ભાગમાં થયેલી ઈજાથી તો તે બહાર આવી ગયો છે પરંતુ મેદાન પર હજુ તેણે ફિટનેસ સાબિત કરવાની છે. હાર્દિક પંડ્યાએ ગત એક વર્ષથી ખુબ ઓછી બોલિંગ કરી છે. તેની ખરાબ ફિટનેસ છતાં ભારતીય પસંદગીકારોએ તેને ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કર્યો છે. કારણ કે તે એકલા હાથે મેચ પલટી નાખવાનો દમ ધરાવે છે.
શાર્દુલ ઠાકુરનું હાલનું ફોર્મ શાનદાર
શાર્દુલ ઠાકુરનું હાલનું ફોર્મ શાનદાર છે અને તે ટીમ ઈન્ડિયા માટે એક ઘાતક ઓલરાઉન્ડર બનતો જાય છે. શાર્દુલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં 4માંથી 2 મેચ રમી છે. જેમાં 3 ઈનિંગમાં તેણે 39ની બેટિંગ એવરેજ અને 102.63 સ્ટ્રાઈક રેટથી 117 રન કર્યા છે. જેમાં 2 અડધી સદી સામેલ છે. આ સિરીઝમાં શાર્દુલના રનની સંખ્યા અજિંક્ય રહાણે કરતા પણ વધુ છે. રહાણેએ 109 રન કર્યા હતા. બોલિંગની વાત કરીએ તો શાર્દુલ ઠાકુરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝની 4 ઈનિંગમાં 22ની સરેરાશથી 7 વિકેટ લીધી. આ દરમિયાન તેની બેસ્ટ બોલિંગ ફિગર 2/22 રહી. શાર્દુલની વિકેટોની સંખ્યા રવિન્દ્ર જાડેજા કરતા પણ વધુ રહી. જાડેજાએ આ સિરીઝમાં કુલ 6 વિકેટ લીધી હતી.
ટી20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (wk), ઇશાન કિશન (wk), હાર્દિક પંડ્યા (ઓલરાઉન્ડર), રવિન્દ્ર જાડેજા (ઓલરાઉન્ડર), શાર્દુલ ઠાકુર (ઓલરાઉન્ડર), રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.
રિઝર્વ ખેલાડીઓ: શ્રેયસ અય્યર, દીપક ચાહર, અક્ષર પટેલ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે