Team India's World Record: ઘરમાં સતત 13મી સિરીઝ જીતવા આગળ વધી વિરાટ બ્રિગેડ

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ગુરુવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ચાર મેચની સિરીઝમાં હાલ ભારત 2-1થી આગળ છે. ભારતની પાસે ટેસ્ટ સિરીઝ જીતવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાનો ગોલ્ડન ચાન્સ છે.

Team India's World Record: ઘરમાં સતત 13મી સિરીઝ જીતવા આગળ વધી વિરાટ બ્રિગેડ

ઝી બ્યૂરો, અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ગુરુવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત હાલ 2-1થી આગળ છે. ભારત પાસે ટેસ્ટ સિરીઝ જીતવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાનો ગોલ્ડન ચાન્સ છે. ચોથી ટેસ્ટ મેચ ડ્રો થશે તો પણ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી જશે. તેની સાથે જ ભારતની ઘરઆંગણે આ સતત 13મી ટેસ્ટ સિરીઝ જીત હશે.

છેલ્લે ક્યારે મળી હતી હાર:
ઈંગ્લેન્ડના હાથે 2012માં ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હાર મળી હતી. તેના પછી ભારતે પોતાના ઘરમાં એકપણ ટેસ્ટ સિરીઝ ગુમાવી નથી. 2019માં બાંગ્લાદેશને 2-0થી હરાવીને ભારતે ઘરમાં 12મી ટેસ્ટ સિરીઝ જીતવાની સિદ્ધિ મેળવી હતી. ભારતે ઈન્દોર ટેસ્ટમાં બાંગ્લાદેશને ઈનિંગ્સ અને 130 રનથી પરાજય આપ્યો હતો. તેના પછી કોલકાતા ટેસ્ટમાં પણ ભારતને બાંગ્લાદેશને ઈનિંગ્સ અને 46 રનથી હરાવીને બે મેચની ટેસ્ટ સિરીઝ જીતી લીધી હતી. ભારત પછી બીજા નંબરે ઓસ્ટ્રેલિયા આવે છે. જેણે ઘરઆંગણે સતત બે વખત 10-10 ટેસ્ટ સિરીઝ જીતી હતી.

ઘરઆંગણે સતત ટેસ્ટ સિરીઝમાં જીત:
ભારત- સતત 12 સિરીઝ જીત, ફેબ્રુઆરી 2013થી અત્યાર સુધી ચાલુ

ઓસ્ટ્રેલિયા - સતત 10 સિરીઝ જીત, નવેમ્બર 1994થી નવેમ્બર 2000

ઓસ્ટ્રેલિયા - સતત 10 સિરીઝ જીત, જુલાઈ 2004થી નવેમ્બર 2008

વેસ્ટ ઈન્ડિઝ- સતત 8 સિરીઝ જીત, માર્ચ 1976થી ફેબ્રુઆરી 1996

ઈંગ્લેન્ડ - સતત 7 સિરીઝ જીત, મે 2009થી મે 2012

સાઉથ આફ્રિકા - સતત 7 સિરીઝ જીત, માર્ચ 1998થી નવેમ્બર 2001

ટીમ ઈન્ડિયાએ પોતાના ઘરમાં 2012ની ઈંગ્લેન્ડ સિરીઝ પછી અત્યાર સુધી 37 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી 30 ટેસ્ટ મેચ જીતી છે અને 2 ટેસ્ટમાં હાર મળી છે. જ્યારે 5 ટેસ્ટ ડ્રો પણ થઈ છે. ઓસ્ટ્રેલિયાએ પોતાના ઘરમાં સતત 10 ટેસ્ટ સિરીઝ જીતી હતી. જેમાં 27 ટેસ્ટ મેચમાંથી 20 મેચમાં જીત અને 2 ટેસ્ટ મેચમાં પરાજય થયો હતો.

ભારતની પોતાના ઘરમાં સતત ટેસ્ટ સિરીઝ જીતની સફર:

1. ભારત V/S ઓસ્ટ્રેલિયા: ફેબ્રુઆરી 2013માં ભારતે 4-0થી સિરીઝ જીતી

2. ભારત V/S વેસ્ટ ઈન્ડિઝ: નવેમ્બર 2013માં ભારતે 2-0થી સિરીઝ જીતી

3. ભારત V/S સાઉથ આફ્રિકા: નવેમ્બર 2015માં ભારતે 3-0થી સિરીઝ જીતી

4. ભારત V/S ન્યૂઝીલેન્ડ - સપ્ટેમ્બર 2016માં ભારતે 3-0થી સિરીઝ જીતી

5. ભારત V/S ઈંગ્લેન્ડ - નવેમ્બર 2016માં ભારતે 4-0થી સિરીઝ જીતી

6. ભારત V/S બાંગ્લાદેશ: ફેબ્રુઆરી 2017માં ભારતે 1-0થી સિરીઝ જીતી

7. ભારત V/S ઓસ્ટ્રેલિયા: ફેબ્રુઆરી 2017માં ભારતે 2-1થી સિરીઝ જીતી

8. ભારત V/S શ્રીલંકા: નવેમ્બર 2017માં ભારતે 1-0થી સિરીઝ જીતી

9. ભારત V/S અફઘાનિસ્તાન: જૂન 2018માં ભારતે 1-0થી સિરીઝ જીતી

10. ભારત V/S વેસ્ટ ઈન્ડિઝ: ઓક્ટોબર 2018માં ભારતે 2-0થી સિરીઝ જીતી

11. ભારત V/S સાઉથ આફ્રિકા: ઓક્ટોબર 2019માં ભારતે 3-0થી સિરીઝ જીતી

12. ભારત V/S બાંગ્લાદેશ: નવેમ્બર 2019માં ભારતે 2-0થી સિરીઝ જીતી

13. ભારત V/S ઈંગ્લેન્ડ - 4 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત 2-1થી આગળ*

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news