MS Dhoni એ ખરીદી આ Electric Car? એક ચાર્જિંગમાં રાંચીથી નેપાળ! જાણો કિંમત અને ફિચર્સ

ભારતના પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તાજેતરમાં ઇલેક્ટ્રિક કાર ચલાવતા જોવા મળ્યા. રિપોર્ટ અનુસાર, MS ધોનીએ Kiaની ઇલેક્ટ્રિક કાર Kia EV6 ખરીદી છે. શું છે કારના ખાસ ફીચર્સ આવો જાણીએ.

MS Dhoni એ ખરીદી આ Electric Car? એક ચાર્જિંગમાં રાંચીથી નેપાળ! જાણો કિંમત અને ફિચર્સ

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રિક વાહનોની માગ દિવસેને દિવસે વધી રહી છે. તેમાં પણ બોલીવુડ તેમજ ક્રિકેટના સ્ટાર્સ પણ ઈલેક્ટ્રિક લક્ઝરી કાર લઈ રહ્યાં છે. તમને તો ખબર જ હશે કે ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને જૂની તેમજ નવી બાઈક અથવા કારનો ખુબ શોખ છે. ત્યારે હાલમાં જ તેમણે કિયા કંપનીની EV6 લક્ઝરી ઈલેક્ટ્રિક કાર ખરીદી. આવો જાણીએ આ કાર વિશે વધુ માહિતી.

 

— DIPTI MSDIAN (@Diptiranjan_7) November 17, 2022

 

મિત્રોને પણ કારમાં ફેરવ્યા-
ટ્વિટર પર અપલોડ કરાયેલા વીડિયોમાં, મહેન્દ્ર સિંહ ધોની તેમના સાથી ક્રિકેટરો ઋતુરાજ ગાયકવાડ અને કેદાર જાધવ સાથે તેની નવી કિયા EV6માં બેઠેલા જોવા મળે છે. આ ગ્રે રંગની Kia EV6 છે. આપને જણાવી દઈએ કે કિયાએ કમ્પલીટલી બિલ્ટ યુનિટ (CBU) તરીકે આ વાહનના માત્ર 200 યુનિટનો ઓર્ડર આપ્યો હતો. અત્યાર સુધીમાં, આ વાહનના તમામ યુનિટ વેચાઈ ગયા છે. જોકે કંપનીનું કહેવું છે કે ટૂંક સમયમાં વધુ યુનિટ મગાવાશે.

 

કારની કિંમત 60 લાખ-
Kia ભારતમાં તેના EV6ને બે અલગ-અલગ વેરિઅન્ટમાં લાવી છે. પ્રથમ ફ્રન્ટ-માઉન્ટેડ સિંગલ મોટર સાથેનું ટુ-વ્હીલ-ડ્રાઈવ કોન્ફિગરેશન છે, જેની કિંમત ₹59.95 લાખ (એક્સ-શોરૂમ) છે. તે 229 PS પાવર અને 350 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. બીજું ઓલ-વ્હીલ-ડ્રાઈવ વર્ઝન છે, જેનો પાવર આઉટપુટ 325 PS અને પીક ટોર્ક 605 Nm છે. તેની કિંમત ₹64.95 લાખ (એક્સ-શોરૂમ) છે.

Kia EV6માં 77.4 kWhની બેટરી પેક છે. ARAI અનુસાર, તે ફુલ ચાર્જમાં 708 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપી શકે છે. આ ઈલેક્ટ્રિક ક્રોસઓવરને 350kW DC ફાસ્ટ ચાર્જરથી પણ ચાર્જ કરી શકાય છે. Kia EV6ને માત્ર 18 મિનિટમાં 10 ટકાથી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આપને જણાવી દઈએ કે ધોની પાસે મર્સિડીઝ બેન્ઝ GLE, લેન્ડ રોવર, Audi Q7 અને Jeep Grand Cherokee Trackhawk જેવી શક્તિશાળી કાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news