ફીફાઃ વર્લ્ડ કપમાં ત્રીજું સ્થાન હાસિલ કરવા માટે ટકરાશે ઈંગ્લેન્ડ અને બેલ્જિયમ
થોડા દિવસો પહેલા વિશ્વ વિજેતાનો તાજ હાસિલ કરવાની પ્રબળ દાવેદાર મનાતી બે ટીમો થ્રી લાયન્સ એટલે કે ઈંગ્લેન્ડ અને રેડ ડેવિલ્સ એટલે કે બેલ્જિયમ ટાઇટલ જીતવાનું સ્વપ્ન તૂટ્યા બાદ શનિવારે એકબીજા સામે ત્રીજા સ્થાન માટે લડશે.
Trending Photos
સેન્ટ પીટર્સબર્ગઃ થોડા દિવસો પહેલા વિશ્વ વિજેતાનો તાજ હાસિલ કરવાની પ્રબળ દાવેદાર મનાતી બે ટીમો થ્રી લાયન્સ એટલે કે ઈંગ્લેન્ડ અને રેડ ડેવિલ્સ એટલે કે બેલ્જિયમ ટાઇટલ જીતવાનું સ્વપ્ન તૂટ્યા બાદ શનિવારે એકબીજા સામે ત્રીજા સ્થાન માટે લડશે. બંન્ને ટીમો માટે આ મેચમાં મજબૂત મનોબળ સાથે ઉતરવાનું આસાન નહીં હોય. ફાઇનલમાં ન પહોંચવાનું દુખ હશે પરંતુ હવે સમય છે કે આ બંન્ને ટીમો તેમાંથી બહાર આવીને એક નવા સુખદ અંતને અંજામ આપે.
હાજાર્ડને જોઈએ સાથ
ફ્રાન્સે બેલ્જિયમને કાંટાની ટક્કરમાં પરાજય આપીને ફાઇનલના દ્વાર બંધ કરી દીધા. બીજીતરફ ઈંગ્લેન્ડની ટીમ 1-0થી આગળ રહ્યા બાદ ક્રોએશિયા સામે 2-1થી હારી ગઈ અને ફાઇનલમાં પહોંચવા વંચિત રહી ગઈ. હવે બંન્ને ટીમો પાસે કંઇ મેળવવા માટે છે તો તે છે ત્રીજું સ્થાન. માનવામાં આવી રહ્યું છે કે, પ્રતિષ્ઠાના આ મેચમાં બંન્ને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ફ્રાન્સ વિરુદ્ધ પ્રથમ હાફમાં બેલ્જિયમે આક્રમક પ્રદર્શન કર્યું, પરંતુ બીજા હાફમાં ગોલ થયા બાદ ટીમ પડી ભાંગી હતી. આ મેચમાં બેલ્જિયમે પોતે કરેલી ભૂલથી બચવું પડશે. આ સાથે રોમેલુ લુકાકૂએ આગળ આવીને ઈડન હાજાર્ડનો સાથ આપવો પડશે.
ત્રિપુટીને રોકવાનો પડકાર
બેલ્જિયમ માટે સારા સમાચાર તે છે કે સેમીફાઇનલમાં બહાર રહેલ થોમસ મૈનુએલ આ મેચમાં વાપસી કરશે અને આ ઈંગ્લેન્ડ માટે સારી વાત નથી. બેલ્જિયમના ડિફેન્સ સામે ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી કેન, લિંગાર્ડ અને રહીમ સ્ટર્લિંગની ત્રિપુટીને રોકવાનો પડકાર હસે. આ બંન્ને બીજી સેમીફાઇનલમાં બે અસર સાબિત થયા હતા અને આ મેચમાં પોતાની ભૂલ સુધારવા મેદાને ઉતરશે. આ ખેલાડીઓએ ક્રોએશિયા સામે ગોલ કરવાની ઘણી તક ગુમાવી હતી. જો તે તકે ગોલ થયો હોત તો વિશ્વકપનું સ્વરૂપ અલગ હોત .
આ વર્લ્ડકપમાં બેલ્જિયમની સિદ્ધિ
- પોતાની શરૂઆતી પાંચ મેચ જીતીને વર્લ્ડ કપમાં બેલ્જિયમે સતત જીતનો નવો રેકોર્ડ બનાવ્યો.
- ટીમના 9 પ્લેયર અત્યાર સુધી ગોલ કરી ચૂક્યા છે અને ઓલ ટાઇમ બેસ્ટ 10 પ્લેયર્સના રેકોર્ડની બરોબરી કરવાખી એક પગલું દૂર છે. 1982માં ફ્રાન્સ અને 2006માં ઈટલીના 10 પ્લેયર્સે ગોલ કર્યા હતા.
- સેમીફાઇનલ પહેલા દરેક મેચમાં ગોલ કરનારી આ ટીમના નામે અત્યારે 14 ગોલ છે અને તે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ટોપ સ્કોરર છે.
આ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની સિદ્ધિ
- ટીમના કેપ્ટન હેરી કેને અત્યાર સુધી 6 ગોલ કર્યા છે અને તે ગોલ્ડન બુટની રેસમાં આગળ છે
- ઈંગ્લેન્ડે અત્યાર સુધી 12 ગોલ કર્યા છે જે એક વર્લ્ડ કપમાં તેના દ્વારા કરેલા સૌથી વધુ ગોલ છે. આ પહેલા રેકોર્ડ 11 ગોલનો હતો જે તેણે 1966ના વર્લ્ડકપમાં બનાવ્યો હતો ત્યારે ટાઇટલ જીત્યું હતું.
- અત્યાર સુધી કરેલા 12 ગોલમાંથી ઈંગ્લેન્ડે 9 ગોલ સેટ પીસ પર કર્યા છે, જે એક રેકોર્ડ છે. આ પહેલા રેકોર્ડ 8 ગોલનો હતો જે 1966ના વર્લ્ડકપમાં પોર્ટુગલે બનાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે