Tokyo Olympics Live: ઓલિમ્પિકમાં ક્યાં ભારતે જીત મેળવી અને ક્યાં પડકારનો અંત આવ્યો...જાણો એક ક્લિક પર
ટોકિયો ઓલિમ્પિકના છઠ્ઠા દિવસે આજે મહિલા હોકીની મેચ સાથે ભારતીય ખેલાડીઓની ઓલિમ્પિક કાર્યક્રમની શરૂઆત થઈ છે.
Trending Photos
નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિકના છઠ્ઠા દિવસે આજે મહિલા હોકીની મેચ સાથે ભારતીય ખેલાડીઓની ઓલિમ્પિક કાર્યક્રમની શરૂઆત થઈ. તીરંદાજીમાં તરુણદીપ ઈઝરાયેલના સ્પર્ધક સામે એલેમિનેશન રાઉન્ડમાં હાર્યા. જ્યારે બેડમિન્ટનમાં પીવી સિંધુએ વધુ એક પડાવ પાર કર્યો.
#TokyoOlympics: Indian archer Tarundeep Rai loses to Israel's Itay Shanny 6-5 in men's individual 1/16 Eliminations. pic.twitter.com/hZhYozXozH
— ANI (@ANI) July 28, 2021
તરુણદીપ રાય એલિમિનેશન રાઉન્ડમાં હાર્યા
ભારતના તીરંદાજ તરુણદીપ રાય એલિમિનેશન રાઉન્ડમાં ઈઝરાયેલના Itay Shanny સામે 6-5થી હાર્યા.
#TokyoOlympics: Indian shuttler PV Sindhu (in file photo) beats Hong Kong's Ngan Yi Cheung 21-9, 21-16 in women singles group stage pic.twitter.com/PJi2wVEqoi
— ANI (@ANI) July 28, 2021
પીવી સિંધુ જીતી
ભારતીય શટલર પીવી સિંધુએ ગ્રુપ મેચમાં હોંગકોંગની Ngan Yi Cheung ને 21-9, 21-16થી હરાવી. સિંધુની આ બીજી જીત છે. તે હવે નોકઆઉટ સ્ટેજમાં પહોંચી છે.
Archery, Men's Individual 1/32 Eliminations: India's Tarundeep Rai beats Ukraine's Oleksii Hunbin 6-4#TokyoOlympics
— ANI (@ANI) July 28, 2021
તરુણદીપ રાય 6-4થી જીત્યા
તીરંદાજીમાં ભારત માટે સારા સમાચાર છે. તરુણદીપ રાયે પુરુષ અંતિમ 32 વર્ગના મુકાબલામાં યુક્રેનના હનબિન ઓલેસ્કીને હરાવ્યો છે. તેમણે 6-4થી જીત મેળવી. હવે તેઓ એલિમિનિશન રાઉન્ડમાં પહોંચ્યા
Indian women's hockey team loses 1-4 to reigning Olympic champion Great Britain in group match, its third successive loss at Tokyo Games
— Press Trust of India (@PTI_News) July 28, 2021
હોકીમાં ભારતીય મહિલા ટીમ હારી
ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે આજે રમાયેલી ગ્રુપ મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો. ભારત તરફથી એકમાત્ર ગોલ શર્મિલા દેવીએ મેચની 23મી મિનિટમાં ભારત માટે ઓલિમ્પિકમાં ગોલ કરીને ખાતું ખોલ્યું હતું. આ ગોલ પેનલ્ટી કોર્નર થકી મળ્યો. ગ્રેટ બ્રિટને ભારતીય મહિલા ટીમને 4-1થી હરાવી.
An inspiring half from #TeamIndia as Sharmila Devi's goal halves the deficit in the first period.
All to play for in the second half! 🙌#GBRvIND #HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TokyoTogether #Cheer4India #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/Y2RIjBOdPY
— Hockey India (@TheHockeyIndia) July 28, 2021
ભારતનો આજનો કાર્યક્રમ
હોકી
મહિલા ગ્રુપ- એ મેચમાં ભારતનો મુકાબલો બ્રિટન સામે થશે. આ મેચ ભારતીય સમયાનુસાર સવારે 6.30 કલાકે શરૂ થશે.
બેડમિન્ટન
મહિલા સિંગલ્સમાં પીવી સિંધુનો મુકાબલો ભારતીય સમયાનુસાર સવારે 7.30 કલાકે શરૂ થશે. આ સિવાય બી સાઈ પ્રણીત મેન્સ સિંગલ્સમાં ઉતરશે. આ મુકાબલો બપોરે 2.30 કલાકે શરૂ થશે.
આર્ચરી (વ્યક્તિગત સ્પર્ધા): તરૂણદીપ રાય, પુરૂષ અંતિમ-32 રાઉન્ડ, ભારતીય સમયાનુસાર સવારે 7.31 કલાકે.
પ્રવીણ જાધવ, પુરૂષ અંતિમ 32 વર્ગ, ભારતીય સમયાનુસાર બપોરે 12.30 કલાકે
દીપિકા કુમારી, મહિલા અંતિમ-32 રાઉન્ડ, બપોરે 2.14 કલાકે.
રોઇંગઃ અર્જુન લાલ જટ અને અરવિંદ સિંહ, મેન્સ ડબલ સ્કલ્સ સેમિફાઇનલ, એ/બી 2, ભારતીય સમયાનુસાર સવારે 8 કલાકે.
સેલિંગઃ કેસી ગણપતિ અને વરૂણ ઠક્કર, પુરૂષ સ્કિફ 49ઈઆર, ભારતીય સમયાનુસાર સવારે 8.35 કલાકે.
બોક્સિંગઃ પૂજા રાની, મહિલા 75 કિલો વર્ગ, અંતિમ 16 રાઉન્ડ, ભારતીય સમયાનુસાર બપોરે 2.33 કલાકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે